રાજકોટ એઈમ્સને લઈ મોટા સમાચાર : આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં કાર્યરત થશે ઇન્ડોર હોસ્પિટલ

  • June 24, 2023 12:34 PM 

રાજકોટ એઈમ્સને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સપ્ટેમ્બરથી એઈમ્સમાં ઇન્ડોર હોસ્પિટલની સેવા શરૂ થશે. પ્રારંભિક તબક્કે 250 બેડની સેવા શરૂ થશે. દેશના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા મુલાકાત લેશે. મનસુખ માંડવિયાની મુલાકાત બાદ ઇન્ડોર સેવા શરૂ કરાશે. 150 રૂપિયામાં ડિજિટલ એક્સરેની સેવા મળશે.        



વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એઈમ્સ રૂપે ભેટ રાજકોટને મળી રહી છે. પરાપીપળીયા ખાતે હાલ એઇમ્સનું નિર્માણ ચાલુ છે. છેલ્લા ઘણા સમયથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત કરવા મથામણ કરવામાં આવી રહી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને રાહત મળશે. આગામી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં એઇમ્સ હોસ્પિટલ ખાતે 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ શરૂ થઈ જશે. અત્યાર સુધી રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં ફક્ત ઓપીડી સેવા શરૂ છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ ઇન્ડોર વિભાગ શરૂ કરવામાં આવશે. આ સાથે જ ડિજિટલ એક્સરેની સેવા ફક્ત રૂપિયા 150માં મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application