ભુજ રેલવે સ્ટેશનનો આઈકોનિક લેન્ડમાર્ક રૂપે થશે પુન:વિકાસ

  • March 30, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલવે સ્ટેશનોને માત્ર સેવા સાધન તરીકે નહી, પણ એક પરિસંપત્તિના રૂપમાં બદલવાના અને વિકસિત કરવાના વડાપ્રધાનના વિઝન અનુસાર ભારતીય રેલવએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એપગ્રેડ અને આધુનિકીકરણ માટે દેશભરમાં ૧૨૭૫ સ્ટેશનોની ઓળખ ઉભી કરી છે. જેમાંથી ૮૭ સ્ટેશન ગુજરાત રાયમાં છે.
પિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યા મુજબ ન્યુ ભુજ રેલવે સ્ટેશનને ભારતીય રેલ દ્રારા કચ્છના રણની થીમ પર અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન રૂપે પુન:વિકસિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનની ડિઝાઈનને ગ્રીન બિલ્ડિંગ સટિર્ફિકેશન સાથે સ્માર્ટ રૂપે વિકસાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનને ૧૭૯.૮૭ કરોડ રૂપિયાના મંજૂર કરાયેલા ખર્ચે એક અત્યાધુનિક સ્ટેશન રૂપે પુન:વિકસિત કરવામાં આવી રહ્યું છે અને તે ૨૪ મહિનામાં પુરૂ થવાની શકયતા છે. આ કામ માટે એન્જિનિયરિંગ ખરીદ અને નિર્માણ (ઈપીસી) પ્રદાન કરવામાં આવ્યું છે અને સાઈટ સર્વે, જિયો ટેકનિકલ ઈન્વેસ્ટિગેશન અને યુટિલિટી મેપિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. બેન્ચિગ પ્લાન્ટ લગાવવાનું અને ફેબ્રિકેશન યાર્ડનું કામ આગળ વધી રહ્યું છે. વેઈટિંગ રૂમ વગેરેને બદલવા માટે કામચલાઉ માળખાનું નિર્માણ આ મહિનાના અતં સુધીમાં પુરૂ કરી દેવામાં આવશે. તે પછી મુખ્ય ભવનને પાડવાની કામગીરી કરાશે.


યાત્રીઓને આગામી સ્ટેશન વિશે એક વિચાર અને અનુભવ આપવા માટે ભુજ સ્ટેશન પર ભાવિ સ્ટેશનનું એક નાનકડું મોડલ રાખવામાં આવ્યું છે. આ યોજનામાં અલગ અલગ આગમન, પ્રસ્થાન, યાત્રી પ્લાઝા, સ્ટેશન પરિસરમાં ભીડમુકત અને સરળ પ્રવેશ–નિકાસ, ભૂમિગત પાકિગ વ્યવસ્થા વગેરે સામેલ છે. પ્લેટફોર્મેા પર ભીડથી બચવા માટે યાત્રીઓ પુરતા પ્રતીક્ષા સ્થળ હશે. સ્ટેશનનું મુખ્ય ભવન લગભગ ૯૭૦ ચો.મી.નું હશે. જેમાં સકર્યુલેશન, કોનકોર્સ અને વેઈટિંગ સ્પેસ માટે પુરતી જગ્યા હશે. આખા સ્ટેશશ્ર પરિસરમાં વાઈફાઈ કવેરેજ મળશે તથા ૧૩ લિફટ અને ૧૦ એસ્કેલેટર સામેલ છે ઉર્જા, પાણી અને અન્ય સંશાધનો વગેરેના ઉપયોગ માટે સુવિધાઓ સાથે સ્ટેશન ભવન ગ્રીન ભવન હશે. લગભગ ૩૦૦ ટુ–વ્હીલર્સ, ૫૦થી વધારે ફોર વ્હીલર્સ અને ઓટો રિકસાને સમાવવા માટે પાકિગ સુસિધાને અપગ્રેડ કરવામાં આવશે.

ભુજ ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળોમાંનું એક છે, જયાં રણના પ્રખ્યાત કચ્છ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ દુનિયાભરમાં સહેલાણીઓને રંગીન ઉત્સવના સાક્ષી બનવા માટે આકર્ષિત કરે છે. વિવિધ પર્યટન આકર્ષેા સાથે આને એક ઉત્કૃષ્ટ્ર પર્યટન સ્થળ બનાવવા માટે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ નવું અત્યાધુનિક સ્ટેશન ભવન શહેરનું એક વધારાનું આકર્ષણ હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application