ભુજ–અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કચ્છવાસીઓમાં છવાઈ ખુશીની લહેર

  • April 07, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદ વિનોદ ચાવડાએ લીલીઝંડી બતાવી: કચ્છીઓ એક જ દિવસમાં અમદાવાદ જઈને પરત આવી શકશે



કચ્છના મુસાફરો માટે ખૂબ સારા સમચાર સામે આવ્યા છે. આજથી કચ્છથી અમદાવાદને જોડતી ભુજ–સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શ કરવામાં આવી છે. આજે કચ્છના સાંસદે વિનોદ ચાવડાએ લીલીઝંડી બતાવીને ટ્રેનનો પ્રારભં કરાવ્યો છે. આજથી ભુજ સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શ થતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. હવે કચ્છવાસીઓ એક દિવસમાં અમદાવાદ જઈને પરત આવી શકશે.



આ તકે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, 'કચ્છને અમદાવાદ સાથે જોડતી એક નવી ટ્રેનની ભેટ મળી છે. હત્પં ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. હત્પં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માનું છું.'



તેમણે જણાવ્યું કે, ' લોકોની માંગને ધ્યાનમાં રાખીને આજથી ભુજ–સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શ કરવામાં આવી છે. હત્પં આપના માધ્યમથી કચ્છની જનતાને અપીલ કરી છું કે તેઓ વધુમાં વધું આ ટ્રેનનો ઉપયોગ કરે અને ટ્રેનનો લાભ લે. આવનાર સમયમાં આ ટ્રેન કાયમી કાર્યરત રહે તેવા પ્રયાસ કરીશું'


અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ અને અમદાવાદ વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. દર અડધી કલાકે અમદાવાદથી કચ્છ જવા અને કચ્છથી અમદાવાદ આવવા એસટીની બસો મળી રહે છે. જેથી કચ્છવાસીઓ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરસિટી ટ્રેન શ કરવાની માંગ કરી રહ્યા હતા. લાંબા સમયથી કચ્છની જનતા વતી સાંસદ દ્રારા કેન્દ્ર સરકાર પાસે રજૂઆતો કરવામાં આવતી હતી. ત્યારે હવે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ઇન્ટરસિટી ટ્રેન શ કરવામાં આવી છે. ભુજ–સાબરમતી (ટ્રેન નંબર–૦૯૪૫૬) – સવારે ૬.૫૦થી નીકળી બપોરે ૧.૩૦ સાબરમતી પહોંચશે. – સાબરમતીથી (ટ્રેન નંબર ૦૯૪૫૫) સાંજે ૫.૪૦ વાગ્યે રવાના થઈ રાત્રે ૧૧.૫૦ મિનિટે ભુજ આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application