પોલીસ એથલેટીકસ મીટ-૨૦૨૩માં વોલીબોલમાં ભાવનગર પોલીસ અધિક્ષકની ટીમ વિજેતા

  • February 12, 2023 01:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર રેન્જ તરફથી આયોજીત પોલીસ એથલેટીકસ મીટ-૨૦૨૩માં વોલીબોલની રમતમાં ભાવનગર,પોલીસ અધિક્ષકની ટીમ વિજેતા બની હતી


ભાવનગર રેન્જ દ્રારા ભાવનગર રેન્જ હેઠળનાં જિલ્લાઓ (૧) ભાવનગર (ર) અમરેલી (૩) બોટાદ પોલીસ દળનાં જવાનો તથા વહિવટી તંત્ર અને પ્રજાજનો માટે ભાવનગર રેન્જ એથલેટીકસ મીટ-૨૦૨૩ નું આયોજન તા.૦૮/૦૨/૨૦૨૩થી ભાવનગર પોલીસ હેડ કવાટર્સ, પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.


આ એથલેટીકસ મીટ-૨૦૨૩માં અલગ-અલગ વ્યકિતગત ઇવેન્ટ તેમજ ટીમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ.જેમાં અલગ-અલગ ઇવેન્ટમાં કુલ-૧૪૦૦ જેટલા રમતવીરોએ ભાગ લીધેલ. 


આ એથલેટીકસ મીટ-૨૦૨૩માં વોલીબોલની રમતમાં કુલ-૧૨ ટીમોએ ભાગ લીધેલ.જેમાં ભાવનગર પોલીસ અધિક્ષકની ટીમે પ્રથમ મેચ ભાવનગર હેડ કવાર્ટરની ટીમ, બીજી મેચ અમરેલીની ટીમને હરાવીને ફાયનલમાં પ્રવેશ કરેલ. આજરોજ ભાવનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ભાવનગર પોલીસ અધિક્ષકની ટીમ તથા ભાવનગર સીટી ડિવીઝનની ટીમ વચ્ચે ફાયનલ મુકાબલો યોજાયેલ.જેમાં ભાવનગર પોલીસ અધિક્ષકની ટીમે કે.એમ.પટેલ પો.સબ ઇન્સ.ની આગેવાની હેઠળ વિજય પ્રાપ્ત કર્યો હતો


આમ, વોલીબોલ રમતમાં ભાવનગર,પોલીસ અધિક્ષકની ટીમ વિજેતા જાહેર થયેલ. આ ટીમમાં કેપ્ટન કે.એમ.પટેલ પો.સબ ઇન્સ., પી.બી.જેબલીયા પો.સબ ઇન્સ., પો.હેડ કોન્સ., પ્રતાપસિંહ રણજીતસિંહ, કિશનભાઇ ધીરજલાલ, પો.કો. જયદિપસિંહ અશોકસિંહ, ભગીરથસિંહ વનરાજસિંહ, દિલીપભાઇ ભીમજીભાઇ, ઘનશ્યામસિંહ જયરાજસિંહ, અનિરૂધ્ધસિંહ ખોડુભા, અલ્ફાઝ મહમદહનીફભાઇ, શબ્બીરભાઇ યુસુફભાઇએ ભાગ લીધેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application