aajkaal@team
ભાવનગર, મહુવા, તળાજા, પાલિતાણામા ડુંગળીનુ વ્યાપક વાવેતર : વાહનોની કતારો લાગી : બન્ને યાર્ડમા ૩ લાખ બોરીના સમાવેશની ક્ષમતા
ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. હાલ ભાવનગર, મહુવા, તળાજા, પાલિતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. ભાવનગરમાં રહી છે. ભાવનગરમાં રવિવારે ડુંગળીની ધુમ આવક થઈ હતી. ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીને વધુ સમાવવાની વ્યવસ્થા નહીં હોવાથી નારી ચોકડી પાસે સબયાર્ડ ઊભું કરવામાં આવ્યું હતુ. ત્યાં આજે રવિવારના રોજ ટ્રેક્ટર, ટેમ્પા સહિતના વાહનોમાં લાલ ડુંગળીની અવિરત આવક થતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
જોકે ખેડૂતોને ડુંગળીમાં ભાવ ઓછા મળી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. શનિવારે ટેકાના ભાવ ૭૦ થી ૨૧૦ સુધી બોલાયા હતા. રવિવારે મોડે સુધી ડુંગળીની આવક શરૂ રહેવાની સંભાવના છે. ઓછા ભાવ છતાં ખેતરોમાં ડુંગળી તૈયાર થઈ ગઈ હોવાથી ફરજિયાત માર્કેટ યાર્ડમાં લાવવી પડે છે. ભાવનગર યાર્ડમા રવિવા૨ે ડુંગળી ઉતારવા દેવામાં આવતા બન્ને યાર્ડમા ડુંગળીની બોરીઓના થપ્પા લાગી ગયા હતા અને વાહનોની લાઈનો લાગી હતી.
ભાવનગર મુખ્ય યાર્ડ તેમજ સબ યાર્ડ એમ બન્ને યાર્ડમા થઈને ૩ લાખ બોરી સમાવી શકાય છે. આજે રવિવારે ડુંગળી ઉતારવામા આવતા સાંજ સુધીમા ૨,૭૫,૦૦૦ જેટલી બોરીની આવક થવાનો અંદાજ હોવાનુ યાર્ડના સુત્રોએ જણાવ્યુ હતુ. આજે ડુંગળીના લઘુતમ ટેકાના ભાવ ૭૦ થી ૨૧૦ સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. સાંજ સુધીમા બન્ને યાર્ડમા ડુંગળીનો ભરાવો જઈ જશે તો આગામી બે દિવસ ડુંગળી લાવવા પર પ્રતિબંધ મુકાશે એમ યાર્ડના સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ. ગયા વર્ષે ખેડૂતોને ડુંગળીમા ઓછા ભાવ મળ્યા હતા ત્યારે સરકારે સબસીડી આપવામાં આવી હતી હતી તો આ વર્ષે પણ સબસિડીની જાહેરાત કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech