ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુકિંગ શુક્રવારથી શરૂ થશે

  • September 01, 2023 12:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@tesm

ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાળના અથાક પ્રયાસો અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. 


ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 04 સપ્ટેમ્બર, 2023થી દર સોમવારે ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન ચાલશે. માનનીયા સંસદસભ્ય ડૉ. ભારતીબેન ડી. શિયાલ સોમવારે હરિદ્વાર ટ્રેન (09271)ને લીલી ઝંડી આપશે. પ્રથમ ટ્રીપ માટે ભાવનગર-હરિદ્વાર ટ્રેનનો નંબર 09271 રહેશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનનું વિગતવાર માહિતી નીચે મુજબ છે


ટ્રેન નંબર 19271/19272 ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન

ટ્રેન નં. 09271/19271 ભાવનગર - હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 04.09.2023 થી દર સોમવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 20.20 કલાકે ઉપડશે અને બુધવારે પ્રાતઃ 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19272 હરિદ્વાર - ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 06.09.2023 થી દર બુધવારે પ્રાતઃ 05.00 કલાકે હરિદ્વારથી ઉપડશે અને ગુરુવારે બપોરે 12.45 કલાકે ભાવનગર  ટર્મિનસ પહોંચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application