BREAKING NEWS

ખંભાળીયા: પત્નીના ઘરકાંકાસથી કંટાળેલા ભાટિયાના વિપ્ર યુવાને ઝેરી દવા પીધી

  • June 02, 2026 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: પત્નીના ઘરકાંકાસથી કંટાળેલા ભાટિયાના વિપ્ર યુવાને ઝેરી દવા પીધી

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા દિલીપભાઈ પરબતભાઈ ઓડીચ નામના ૨૪ વર્ષના બ્રાહ્મણ યુવાનને તેમના પત્ની સાથે અવારનવાર બોલાચાલી થતી હતી. આટલું જ નહીં, દિલીપભાઈના ભાઈ તથા ભાભી સાથે પણ તેમના પત્નીને નાની-નાની વાતમાં બોલાચાલી તેમજ રકઝક થતી હતી. 
​​​​​​​
આ બાબતથી કંટાળેલા દિલીપભાઈ ઓડીચને મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે પશુઓમાં જીવાત મારવાની ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application