ભાટીયાને થયા ૩૮૧ વર્ષ પૂર્ણ: સ્થાપના દિનની કરાઇ ઉજવણી

  • July 05, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાનું ભાટિયા ગામ આજથી ૩૮૦ વર્ષ પહેલાં બન્યું હતું.જેની યાદમાં ભાટિયાના ચાવડા પરિવાર ગ્રામજનો સાથે મળી અનોખી રીતે ઉજવણી કરે છે. કહેવાય છે કે ભાટિયા જે જગ્યા પર છે ત્યાં ઝાડી હતી અને તેમાં એક આદમખોર સિંહણનો ત્રાસ હતો જેથી અહીંથી કોઈ પસાર થતા સૌ કોઇ ડરતું,જયારે અમુક મત મુજબ કોરાડા અને કેટલાકના મુજબ નંદાણાથી ચાર ભાઈ પૈકી એક ભાઈનો પરિવાર અહીં આવ્યો તેને આ સિંહણને મારી, હાલ નો જે જૂનો ગેટ છે ત્યાં વચ્ચે સિંહણ નું મસ્તક દાટયું. કહેવાય છે કે આ મસ્તક ના પ્રભાવ ને લીધે હજુ સુધી ભાટિયા અભંગ રહ્યું હાલ પણ દર વર્ષે ચાવડા પરિવાર અહીં તે ગેટ વચ્ચે પૂજા કરી જે જૂની રાંગ ની દીવાલ હતી ત્યાં સૂતરના દોરાથી કોટ વારે છે અને આ જ દિવસે મેળો ભરી ઉજવણી કરે છે.


બાર કોઠાને બે મેડિયું,વરી ગઢડા વારુ ગામ....મને ભામો લગાડ્યો ભાટીએ મને કાઈ ન શુજે કામ આ દોહરો પંથક માં પ્રચલિત છે. ગામની બાંધણીમાં બાર કોઠા હતા અને બે જુના સમયનીમેડિયું હતી.ગામ ફરતે ગઢ વારી રાંગ હતી આ બધું બે દાયકા પહેલાં સુધી અવશેસો હતા. હાલ માત્ર એક ગેટ જ રહ્યો એ પણ રીનોવેશન કરાયો.


ભાટિયાની અનેક રસપ્રદ વાતો છે ભાટિયા આજુબાજુના બધા ગામોથી નવું હોવા છતાં ખૂબ વિકાસ થયો અને સેન્ટર બન્યું. ભાટિયામાં બે મહાપુરુષ ક્યારેય ન ભુલાય તેવા થઈ ગયા દેશુરબાપા ચાવડા અને રામજી પટેલ નકુમ જેઓ જામસાહેબના માનીતા હતા.આજે ભાટિયા ના જન્મ દિવસ ની ઉજવણી હતી.અને ૫૦ ગામો ના વ્યાપરી કેન્દ્ર અને ખૂબ વિકાસ પામી શહેર ને ટક્કર મારતું ગામ હજુએ વિકાસ ના પંથે આગળ વધી રહ્યું છે.ભાટિયાના ઉપસરપંચના પ્રતિનિધિ કે.વી ચાવડાએ જણાવ્યું હતું કે, ભાટિયાને પૂર્વજોએ આપેલી ધરોહરને સાચવશું અને એક સંપથી તમામ શહેરીજનો મળો વિકાસના ઉચ્ચતમ શિખર પર ભાટિયાને લઈ જશું.
​​​​​​​
ભાટિયાના નામ વિશે કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી પણ લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે, ભાટિયામાં એક નગરશેઠ ભાટિયા શેઠ હતા જેમને પોતાનો ખજાનો ભાટીયા ફરતે રાંગ ની દીવાલ બનાવવા વાપર્યો હતો જેથી ગામનું નામ ભાટિયા રાખવામાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application