BREAKING NEWS

પત્ની રિસામણે જતા લાગી આવતા ભાણવડના યુવાને જિંદગી ટૂંકાવી

  • May 07, 2026 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા : પત્ની રિસામણે જતા લાગી આવતા ભાણવડના યુવાને જિંદગી ટૂંકાવી

ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ચનાભાઈ બાટા નામના ૩૫ વર્ષના યુવાનની પત્ની છેલ્લા એકાદ વર્ષથી રિસામણે ગઈ હતી. તેણીને મનસુખભાઈ તેડવા ગયા હોવા છતાં તેણી પરત આવી ન હતી. 

આ બાબતે મનસુખભાઈને મનમાં લાગી આવતા ગત તા. ૪ ના રોજ તેમણે પોતાના ઘર છતની હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હસમુખભાઈ ગોવિંદભાઈ બાટા (ઉ.વ. ૪૫, રહે. મોરઝર, તા. ભાણવડ) એ સ્થાનિક પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application