બેવરેજ ઉત્પાદક સોસીયો હજૂરી બેવરેજિસ પ્રા. લી. સાથે સંયુક્ત સાહસ

  • January 05, 2023 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (આરસીપીએલ) રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા છે. આરઆરવીએલ એ આજે જાહેરાત કરી હતી કે તે ગુજરાતમાં મુખ્યમથક ધરાવતી સોસીયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ (એસએચબીપીએલ) માં ૫૦% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરશે, આ કંપની ફ્લેગશિપ બ્રાન્ડ ‘સોસીયો’ હેઠળ બેવરેજ બિઝનેસની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. હાલના પ્રમોટરો, હજૂરી પરિવારની માં બાકીના હિસ્સાની માલિકી ચાલુ રહેશે."


સોસીયોએ કાર્બોનેટેડ સોફ્ટ ડિંક્સ (સીએસડી) અને જ્યુસમાં લગભગ ૧૦૦ વર્ષનો વારસો ધરાવતી હેરિટેજ ભારતીય બ્રાન્ડ છે. અબ્બાસ અબ્દુલ રહીમ હજૂરી દ્વારા ૧૯૨૩માં સ્થપાયેલી કંપની સ્થાનિક સોફ્ટ ડિં્રક્સ માર્કેટમાં અગ્રણી સ્પર્ધકોમાં સ્થાન ધરાવે છે.
અબ્બાસ હજૂરી અને તેમના પુત્ર અલી અસગર હજૂરી દ્વારા સંચાલિત એસએચબીપીએલના પોર્ટફોલિયોમાં સોસીયો, કાશ્મીરા, લેમી, જિનલિમ, રનર, ઓપનર, હજૂરી સોડા અને સ’ઉ સહિત અનેક પીણાની બ્રાન્ડ્સ ધરાવે છે, કંપનીએ ફોર્મ્યૂલેશન ડેવલપ કરવાની તેની મજબૂત કુશળતાના આધારે ૧૦૦થી વધુ ફ્લેવર્સ લોન્ચ કરી છે. સોસીયો બ્રાન્ડ ગુજરાતમાં મજબૂત વફાદાર ગ્રાહક સમૂહનો આધાર ધરાવે છે.


આ મૂડીરોકાણ અંગે બોલતાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝેક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, આ રોકાણ અમને સ્થાનિક હેરિટેજ બ્રાન્ડ્સને સશક્ત બનાવવાના અમારા વિઝનને આગળ વધારવામાં અને તેમને નવી વૃદ્ધિની તકો સાથે આગળ આવવામાં મદદ કરે છે. અમે અમારા ક્ધઝ્યુમર બ્રાન્ડ પોર્ટફોલિયોમાં સદી જૂની સોસીયોની સ્વદેશી હેરિટેજ બેવરેજ બ્રાન્ડ્સની સામર્થ્યને આવકારીએ છીએ અને અમને વિશ્વાસ છે કે અમારું જ્ઞાન, ગ્રાહકરૂચિ પ્રત્યેની આંતરદૃષ્ટિ અને છૂટક બજારમાંની વિતરણ ક્ષમતા સોસીયોના વિકાસની ગતિને વેગ આપવામાં મદદ કરશે.


આરસીપીએલનો ઉદ્દેશ્ય ભારતીય ગ્રાહકોને સ્વદેશી રીતે વિકસિત અને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરતી ક્ધઝ્યુમર બ્રાન્ડ્સ અને ઉત્પાદનો સાથે સશક્ત બનાવવાનો છે. કંપનીના બ્રાન્ડ પોર્ટફોલિયોમાં હાલમાં આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પા અને આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવેલી પેકેજ્ડ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ બ્રાન્ડ ઈન્ડિપેન્ડન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરસીપીએલ તેના ઝડપથી વિસ્તરી રહેલા ક્ધઝ્યુમર બ્રાન્ડ પોર્ટફોલિયો માટે એક અલગ અને સમર્પિત રિટેલ ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક બનાવી રહી છે.


આરસીપીએલ સાથેના આ સંયુક્ત સાહસ વિશે બોલતાં સોસીયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અબ્બાસ હજૂરીએ જણાવ્યું હતું કે, અમને રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે આ ભાગીદારીમાં કરવામાં આનંદ થાય છે, કંપની એક મજબૂત અને ઈચ્છુક ભાગીદાર છે અને તે સોસીયોની પહોંચને ઝડપથી વધારવામાં મદદ કરી શકે છે. અમારી પારસ્પરિક શક્તિઓને સંયોજિત કરીને અમે સોસીયોના અનોખા ટેસ્ટિંગ બેવરેજ ઉત્પાદનોને ભારતના તમામ ગ્રાહકો સુધી પહોંચે તે માટે સુલભ બનાવીશું. બેવરેજીસમાં અમારી લગભગ ૧૦૦ વર્ષની સફરમાં આ એક નિર્ણાયક ક્ષણ છે.


રિલાયન્સે પહેલાથી જ આઇકોનિક બ્રાન્ડ કેમ્પાને હસ્તગત કરી એ પછી બેવરેજીસ સેગમેન્ટમાં તેના પોર્ટફોલિયોને આ સંયુક્ત સાહસ સાથે વધુ મજબૂત બનાવ્યો છે. ઉપરાંત પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ગ્રાહકો માટે યુનિક વેલ્યૂ પ્રપોઝીશન તૈયાર કરવા માટે સોસીયોની ફોર્મ્યુલેશનમાં રહેલી કુશળતાનો લાભ લઈ શકાય છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application