બેટી રામપરા પાસે આઇસરમાંથી ૩૦૦ ડબ્બા અખાધ્ય ગોળ મળ્યો

  • April 21, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુવાડવા હાઇવે પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાંથી આ ગોળ ભરી ચોટીલાના સાલકડા પહોંચાડવાનો હતો: રૂ.૪.૨૫ લાખનો મુદ્દામાલ કબજે


રાજકોટની ભાગોળે બેટી રામપરા ગામ પાસેથી એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે આઇસરમાંથી 300 ડબ્બા અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી લીધો હતો.ગોળના આ જથ્થા સાથે ચોટીલાના ખાટડીના શખસને ઝડપી લીધો હતો.પ્રાથમિક તપાસમાં કુવાડવા હાઇવે પરથી આ ગોળનો જથ્થો ભરી ચોટીલાના સાલકડા ગામના દેવા માટે જતો હોવાનું માલુમ પડ્યું છે.


જાણવા મળતી વિગતો મુજબ, એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ એમ.એ.જાણકાંતની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ રમેશભાઈ ડાંગરને મળેલી સચોટમીના આધારે પોલીસે બેટી રામપરા ગામ પાસેથી શંકાસ્પદ આઇસરને અટકાવી તેની તલાસી લેતા તેમાંથી 300 ડબ્બા અખાધ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગોળના આ જથ્થા સાથે આઇસરચાલક ધનજી ગોવિંદભાઈ ભડાણીયા (ઉ.વ 22 રહે. ખાટડી તા. ચોટીલા) ને ઝડપી લીધો હતો.


પોલીસની પ્રાથમિક તપાસમાં કુવાડવા હાઇવે પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાંથી આઇસર ચાલકે ગોળનો આ જથ્થો ભર્યો હોવાનું અને ચોટીલાના સાલકડા ગામે તે આ જથ્થો પહોંચાડવા જતો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે કોન્સ્ટેબલ રમેશભાઈ ડાંગરની ફરિયાદ પરથી કાયદેસરની કાર્યવાહી કરી છે.પોલીસે રૂપિયા 2.25 લાખનો ગોળનો જથ્થો આઇસર સહિત કુલ રૂપિયા ૪.૨૫ લાખના મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે વધુ તપાસ પી.એસ.આઇ આર એન સાકળીયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application