BREAKING NEWS

બાજરા સંશોધન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,જામનગરને બેસ્ટ પર્ફોર્મિંગ બાજરા સેન્ટરનો એવોર્ડ એનાયત

  • May 23, 2026 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાજરા સંશોધન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,જામનગરને બેસ્ટ પર્ફોર્મિંગ બાજરા સેન્ટરનો એવોર્ડ એનાયત

આચાર્ય દેવવ્રતના હસ્તે બાજરા સંશોધન કેન્દ્રને વહેલી પાકતી બાજરા હાઇબ્રિડ ૫૩૮ સુધારેલ વિકસાવવા બદલ રાજ્યકક્ષાનો એવોર્ડ પણ એનાયત

બાજરા સંશોધન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,જામનગરને કર્ણાટક ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની મીલેટ સુધારણા અંગેની વાર્ષિક બેઠકમા વર્ષ ૨૦૨૫-૨૬નો શ્રેષ્ઠ કામગીરી આઈસીએઆર-અખિલ ભારતીય બાજરા સુધારણા પરિયોજનાનું કેન્દ્ર નો એવોર્ડ સંશોધન વૈજ્ઞાનિકશ્રી (બાજરા) ડો. કે.ડી.મુંગરા,  અને તેમની ટીમને ઈંઈઅછ- ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મીલેટ્સ રીસર્ચ, હૈદરાબાદ દ્વારા હૈદરાબાદ ખાતે આપવામાં આવ્યો છે. 

આ ઉપરાંત પંચમહાલ ખાતે આયોજિત નેચરલ ફાર્મિંગ સેમિનારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે બાજરા સંશોધન કેન્દ્રને વહેલી પાકતી બાજરા હાઇબ્રિડ ૫૩૮ સુધારેલ વિકસાવવા બદલ ગુજરાત એસોસિએશન ફોર એગ્રીકલ્ચર સાયન્સ અમદાવાદ દ્વારા રાજ્ય સ્તરના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે.

આ બન્ને પુરસ્કારો જૂનાગઢ કૃષિ યુનીવર્સીટી,જૂનાગઢના કુલપતિ ડો. વી. પી. ચોવટિયા, સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરિયા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અન્ય અધિકારીઓના દૂરંદેશી માર્ગદર્શન અને ડો. કે. ડી. મુંગરાના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયા છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application