BREAKING NEWS

ખંભાળીયા: સફાઈ કામદારો અને તેઓના આશ્રિત બાળકોને ઈનામ આપવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

  • May 21, 2026 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: સફાઈ કામદારો અને તેઓના આશ્રિત બાળકોને ઈનામ આપવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર, દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના વર્ષ ૨૦૨૬માં સમગ્ર રાજયના સફાઈ કામદારો અને સફાઇ કામદારના આશ્રિત બાળકોમાં ઉતીર્ણ થયેલને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલી છે. આ યોજના હેઠળ ધોરણ ૧૦ અને ૧૨ આર્ટસ,કોમર્સ અને સાયન્સ પ્રવાહો માટે પ્રથમ ક્રમે રૂ.૫૧ હજાર દ્વિતિય ક્રમે રૂ.૪૧ હજાર અને તૃતિય ક્રમે રૂ.૩૧ હજારની ઇનામની રકમ અને પ્રશસ્તિ પત્ર નિગમ દ્વારા આપવામાં આવશે. આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઈ ધોરણ રાખવામાં આવેલ નથી. 

આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ વર્ષ ૨૦૨૬ની માર્કશીટની નકલ રજુ કરવાની રહેશે. માર્ચ /એપ્રિલ ૨૦૨૬માં લેવામાં આવેલ એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી ઈ-સમાજકલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર તા.૩૦/૦૬/૨૦૨૬ સુધીમાં કરી શકશે. યોજનાનો લાભ લેવા નિગમના જિલ્લા મેનેજર  અને નાયબ નિયામક અ.જા. કલ્યાણ દ્વારા વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત વિશેષ માહિતી માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન ,ગ્રાઉન્ડ ફલોર રૂમ નં સી/જી ૧૧-૧૨, ધરમપુર, લાલપુર બાયપાસ રોડ, મું.તા. ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરી શકાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application