↵ખંભાળીયા: ડો. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ
સરકારશ્રી દ્વારા રાજયના સફાઇ કામદારો અને તેઓના આશ્રિતો કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ વ્યકિતગત રૂ. ૧,૭૦,૦૦૦/-ની સહાય ચાર હપ્તામાં મળવાપાત્ર છે. નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમ્યાન આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેવા અરજદારોએhttps://esamajkalyan.gujarat. gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી પુરાવા માત્ર ઓનલાઇન સબમિટ કરવાના રહેશે, તેમજ જ્યારે સંબંધિત અધિકારી જણાવે ત્યારે અસલ દસ્તાવેજ રજુ કરવાના રહેશે."
વધુ માહિતી માટે જિલ્લા મેનેજર, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન ,ગ્રાઉન્ડ ફલોર રૂમ નં સી/જી ૧૧-૧૨, ધરમપુર લાલપુર બાયપાસ રોડ, મું.તા. ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરી શકાશે તેમ યાદીમાં જણાવ્યું છે અને આ યોજનાનો લાભ લેવા નિગમના જિલ્લા મેનેજર એચ.આર. ઠોસાણી દ્વારા અનુરોધ કરાયો છે.