ફિનાલે પહેલા આ સ્પર્ધકનું કપાયું પત્તુ, જાણો લો ‘બિગ બોસ-17’ના આ ટોપ ફાઇવ ફાઇનલિસ્ટ

  • January 23, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રિયાલીટી શો બિગ બોસની આ સિઝન ખૂબ જ ચર્ચામાં અને વાદ વિવાદથી ભરેલી રહી છે. જો કે હવે ટૂંક સમયમાં બિગ બોસ 17નો ગ્રાન્ડ ફિનાલે થવાનો છે. જેને એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. આ શોમાં ટોચના 6 ફાઇનલિસ્ટ બાકી છે. જેમાંથી શોના એક મજબૂત દાવેદારને ઘરનો દરવાજો બતાવી દેવામાં આવ્યો હોવાની માહિતી જાણવા મળી છે. જીહા, ફિનાલે પહેલાની આ અંતિમ એક્ઝિટ ખૂબ જ ચોંકાવનારી રહી હતી. હાલ સમાચાર આવી રહ્યા છે કે વિકી જૈન શોમાંથી બહાર થઈ ગયો છે.


ગત સપ્તાહે બે સ્પર્ધકો આયેશા ખાન અને ઈશા માલવીયાને શોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. હવે આ શો સાથે વિકી જૈનની સફર ખતમ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફિનાલેના થોડા દિવસો પહેલા રિયાલીટી શો બિગ બોસમાં મિડનાઇટ ઇવિક્શન થયું હતું. જેમાં વિકી જૈનને શોમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.


બિગ બોસની આ સિઝનમાં વિકી અને અરુણ મશેટ્ટી વચ્ચે સ્પર્ધા થઇ હતી. જેમાં અરુણ જીતે છે. આ સ્થિતિમાં હવે ફિનાલેની રેસમાંથી વિકી જૈનનું કાર્ડ કપાઈ ગયું છે. જો કે આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. કેટલાક યુઝર્સને લાગ્યું કે વિકી જૈનની હકાલપટ્ટી યોગ્ય છે. જ્યારે ઘણા લોકો વિકીને બહાર કાઢવા પર ગુસ્સે થયા હતા. કેમ કે, તેમનું માનવું છે કે વિકીએ આગળ વધવું જોઇતું હતું.


વિકી જૈનનું પત્તુ બિગ બોસના ઘરમાંથી કપાઇ ગયાના સમાચાર સાચા ઠરે તો હવે બિગ બોસને તેના ટોપ ફાઇવ ખેલાડીઓ મળી ગયા છે. જેમાંથી એક વિજેતાની ટ્રોફી ઘરે લઈ જશે. વિકી જૈન આ શોમાંથી નિકળી જતા ફિનાલેની જંગ માટે મુનાવર ફારૂકી, અંકિતા લોખંડે, અભિષેક કુમાર, મન્નરા ચોપરા અને અરુણ મશેટ્ટી બિગ બોસના ઘરમાં રહ્યા છે. એટલે ગ્રાન્ડ ફિનાલેમાં ટ્રોફી હાંસલ કરવા માટે આ ખેલાડીઓ વચ્ચે જંગ જામશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application