વાયુનગરમાં બ્યુટી પાર્લરની સંચાલિકાને છરી-ધોકાથી માર માર્યો

  • March 11, 2023 06:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વાયુનગર વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી એક યુવતી પર જમીનના પ્રશ્ને ચાલી રહેલી જુની અદાવતનો ખાર રાખીને ચાર શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.


જામનગરના ઢીચડા રોડ પર વાયુનગરમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી સોનલબેન ફિરોજભાઈ નોતિયાર(ઉ.વ.૨૯) નામની યુવતીએ પોતાના ઉપર છરી વડે ઈજા પહોંચાડવા અંગે, તેમજ ધોકા પડે અને ઇંટનો ઘા કરી માર મારવા અંગે જામનગરમાં રહેતા ઈસ્માઈલ બોધુ સમા, અલ્તાફ બોદુભાઇ સમા, ઉપરાંત ઉપલેટાના હારૂન હુસેનભાઇ રાવપુરા અને જામનગરની હવાબેન બોદુભાઈ સમા સામે ફરિયાદ નોંધાવી છે.


 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવતીના ભાઈને આરોપીઓ સાથે જમીન બાબતે ઝઘડો ચાલે છે, અને તે અંગે ફરિયાદ કરી છે. જે ફરિયાદ અંગેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application