જામનગર: બ્રહ્મ સમાજની મહિલાઓ માટે બ્યુટી પાર્લર કોર્સનું આયોજન
ન્યુ સ્ટાઈલ બ્યુટી પાર્લર-જામનગર અને રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજની દીકરીઓ અને બહેનો માટે બ્યુટી પાર્લર કોર્સનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઈબ્રો, વેકસ, ફેશિયલ, હેર કટિંગ, મહેંદી, હેર કલર વગેરેની તાલીમ આપવામાં આવશે. કલાસીસનો પ્રારંભ તા. ૧૫-૫-૨૬થી થશે. તેમજ રજીસ્ટ્રેશન તા. ૨૦-૫-૨૬ સુધી કરી શકાશે. વધુ વિગત માટે જસ્મીનબેન ત્રિવેદી (મો. ૯૯૨૪૦ ૧૯૩૧૯), ન્યુ સ્ટાઈલ બ્યુટી પાર્લર, હરસિદ્ધિ માતાજીના મંદિર પાસે, પહેલા માળે, રણજીતનગર જામનગરનો સંપર્ક કરવો. રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સુનીલભાઈ ખેતીયા તથા મહામંત્રી ચિરાગભાઈ પંડયા દ્વારા જણાવાયુ છે.