જામનગર: ચેમ્બર કોલોનીમાં નજીવી બાબતે લાકડી અને પથ્થર વડે માર માર્યો
પાડોશી દંપતી સામે ફરીયાદ : વચ્ચે રાખેલી સાયકલ બાબતે કહેવા જતા ડખ્ખો થયો
જામનગરની ચેમ્બર કોલોનીમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે તકરાર થઇ હતી જેમાં એક દંપતીને માર માર્યાની પાડોશી દંપતી સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના ચેમ્બર કોલોની ખાતે રહેતા મંજુલાબેન બાવનજીભાઇ મકવાણા (ઉ.વ.૬૫) તથા તેના પતિને આરોપીના છોકરાએ સાયકલ વચ્ચે રાખેલ હોય તે બાબતે કહેતા ફરીયાદીને મહિલા આરોપીએ અપશબ્દો કહયા હતા અને એ પછી ફરીયાદી ઘરે જતા રહયા હતા દરમ્યાન આ બાબતે સમજાવવા જતા આરોપી મહેશ અને તેના પત્ની ઉશ્કેરાઇ જઇને ફરીયાદી દંપતીને અપશબ્દો કહયા હતા.
ફરીયાદીના પતિને લાકડી વડે મુંઢ માર માર્યો હતો અને આરોપી જયશ્રીબેને ફરીયાદી મંજુલાબેનને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી ઉપરાંત ગલીમાં પડેલ પથ્થર બ્લોક મહેશભાઇએ ફરીયાદીને માથામાં મારી ઇજા પહોચાડી એકબીજાને મદદગારી કરી હતી. મંજુલાબેન દ્વારા સીટી-સી ડીવીઝનમાં ચેમ્બર કોલોનીમાં રહેતા મહેશ હમીર ચૌહાણ અને જયશ્રીબેન મહેશ ચૌહાણની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.