અમદાવાદમાં કમોસમીનું કમઠાણ, વરસાદના પગલે BCCIએ લીધો મોટો નિર્ણય

  • May 28, 2023 07:49 PM 


ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઈનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ ચેન્નાઈ સામે હાર્યા બાદ ગુજરાતની ટીમે બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી.


ચેન્નાઈએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતને 15 રનથી હરાવ્યું હતું. આ પછી, મુંબઈને 62 રને હરાવીને ગુજરાતની ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી છે. ગુજરાતની ટીમે આ મેદાન પર પોતાની છેલ્લી મેચ રમી હતી અને તે તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તેનું હોમ ગ્રાઉન્ડ છે અને તે આ પીચથી સારી રીતે વાકેફ છે.


જો કે હાલ અમદાવાદમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે. હાલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પીચ કવર કરી દેવાઈ છે. તો ક્રિકેટ રસિકો પણ ભારે હેરાન પરેશાન છે. હાલ અમદાવાદમાં વરસાદના પગલે મેચ મોડો થશે. IPLના ઓફીશીયલ ટવીટર હેન્ડલ પર આયોજકો દ્વારા મેચ માહિતી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application