ટી20 ક્રિકેટના નિષ્ણાત બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સતત બીજી વખત ટી20 ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની છેલ્લા વર્ષ એટલે કે 2023 માટે ટી20 ઇન્ટરનેશનલના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદગી કરી છે. આ પહેલા 2022માં પણ સૂર્યકુમારને આ એવોર્ડ મળ્યો હતો. આમ, સતત બે વખત તે ટી20 ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતનારો પ્રથમ ભારતીય બની ગયો છે.
મહત્વનું છે કે, સૂર્યકુમાર યાદવ સાથે આ એવોર્ડ જીતવાની રેસમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, ન્યુઝીલેન્ડના માર્ક ચૈપમૈન અને યુગાન્ડાના અલ્પેશ રમઝાનીનો સમાવેશ થતો હતો. પરંતુ તમામ સાથે સ્પર્ધા કરી સૂર્યકુમારે બાઝી મારતા અંતે ટી20 ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ તેમણે પોતાના નામે કર્યો હતો. સૂર્યકુમારે 2023માં લગભગ 50ની એવરેજ અને 150થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી.
2023માં સૂર્યકુમાર યાદવે 23 મેચોમાં 40ની આસપાસની એવરેજ અને 162.52ની સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ 863 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 18 મેચમાં 48.86ની એવરેજ અને 155.95ની સ્ટ્રાઈક રેટથી 733 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમારે બે સદી અને પાંચ અડધી સદી પણ ફટકારી હતી.
વાત કરવામાં આવે મહિલા ક્રિકેટ વિશે તો મહિલા ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝની હિલી મેથ્યુઝે ટી20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. મેથ્યુઝ ટી20 પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની બીજી ખેલાડી બની ગઇ છે. મેથ્યુઝે 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech