બેટ દ્વારકાના સગર્ભા મહિલા માટે ૧૦૮ બની જીવન રક્ષક

  • February 21, 2023 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખાની ૧૦૮ ઈમરજન્સી બોટ વાન દ્વારા બેટ દ્વારકાની એક સગર્ભા મહિલાની બોટમાં જ પ્રસુતિ કરી, ઈમરજન્સીના સમયે નોંધપાત્ર કામગીરી કરીને માતા તથા નવજાત બાળકને નવજીવન આપવામાં આવ્યું હતું.


બેટ દ્વારકા ટાપુ ખાતે રહેતા એક મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા આ અંગે ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી ૧૦૮ બોટની ટીમ તાકીદે આ સ્થળે પહોંચી ગઈ હતી અને ૧૦૮ના ઈ.એમ.ટી. હરેશ જાદવ દ્વારા સગર્ભા મહિલાને બોટ મારફતે હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી.


પરંતુ બોટમાં જ સગર્ભા મહિલાને અસહ્ય દુખાવો ઉપાડતા પ્રસુતિની પીડા પારખીને ૧૦૮ બોટના સ્ટાફ દ્વારા બોટમાં જ મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નવજાત બાળકના ગળા ફરતે નાળ વીંટળાઈ હોવાનું પણ તેઓના ધ્યાને આવતા કાળજીપૂર્વક બાળકની પ્રસુતિ કરાવી અને આ નવજાત બાળક સાથે માતાને પણ નવજીવન મળ્યું હતું.


આ પ્રસુતિ બાદ મહિલા તથા બાળકને ઓખાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૧૦૮ ની ટીમ દ્વારા વધુ એક વખત નોંધપાત્ર તાકીદની સારવારથી બે જીવ સહી સલામત રીતે બચવામાં સફળ રહ્યા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application