ધોનીને જોવા ફેંસે તોડ્યા બેરીકેડ, ચાહકો સામે પોલીસે કરી આકરી કાર્યવાહી

  • April 06, 2024 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેપ્ટન કૂલ કે થાલાના નામે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી દીધી છે, પરંતુ ફેન્સમાં તેના નામનો ક્રેઝ ઓછો થયો નથી. શુક્રવારે, ચેન્નાઈ સુપર કિંગ્સે ઉપ્પલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ રમી હતી, જેમાં SRH એ છેલ્લી ઓવરોમાં કમબેક કર્યું હતું અને 6 વિકેટે મોટી જીત નોંધાવી હતી. પરંતુ આ મેચ શરૂ થતા પહેલા જ ફેન્સનો ધોની પ્રત્યેનો જુસ્સો દેખાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ધોનીના પ્રશંસકો મેચ જોવા માટે મેદાનમાં પ્રવેશવા માટે બેરિકેડ તોડીને આવ્યા હતા. જો કે થોડી વાર બાદ પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


અહેવાલો અનુસાર, ચાહકોનો ગુસ્સો ત્યારે હાઈલેવલે પહોંચી ગયો જ્યારે માન્ય ટિકિટ હોવા છતાં તેમને સ્ટેડિયમમાં પ્રવેશ ન મળ્યો. જેના કારણે તણાવની સ્થિતિ એટલી હદે વધી ગઈ હતી કે ચાહકોની ભીડે સુરક્ષા જવાનોની અવગણના કરી અને ઉપ્પલ સ્ટેડિયમના ગેટ નંબર 4 પર બેરિકેડ તોડી નાખ્યા હતા. મામલો એટલો વધી ગયો હતો કે પોલીસ અને ચાહકો વચ્ચે ઘર્ષણ થયું હતું, પરંતુ પોલીસે થોડીવાર પછી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.


સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમમાં રમાઈ હશે, પરંતુ જ્યારે ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે દર્શકોની બૂમોથી સ્ટેડીયમ ગૂંજી ઉઠ્યું. જો કે ધોની મેચમાં માત્ર એક રન જ બનાવી શક્યો હતો, પરંતુ સ્ટેડિયમમાં પીળી જર્સી પહેરેલા પ્રશંસકોની હાજરી ધોનીની જબરદસ્ત ફેન ફોલોઈંગ દર્શાવે છે. આ મેચમાં પ્રથમ રમતા ચેન્નાઈએ 165 રન બનાવ્યા હતા, પરંતુ SRH એ 11 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News