બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા ચેરમેન નલીન પટેલ

  • May 11, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બીસીજીની ચૂંટણીમાં સમરસ પેનલનો દબદબો યથાવત: વાઇલ ચેરમેન તરીકે હિતેશ પટેલની વરણી કરાઇ: રાજકોટના સરકારી વકીલ દિલીપભાઇ મહેતાની બાર કો – ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂક




વકીલો માટેની મહત્વની એવી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વધુ એક વખત સમરસ પેનલનો દબદબો યથાવત રહ્યો છે.ગુજરાત બાર કાઉન્સિલનાં નવા ચેરમેન તરીકે નલિન પટેલની વરણી કરવામાં આવી છે. ચેરમેન, વાઇસ ચેરમેન અને અન્ય પદો માટે ચૂંટણી યોજાઈ હતી. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સમરસ પેનલનો ૨૪મા વર્ષે પણ દબદબો જળવાઈ રહ્યો છે. નલીન પટેલ ચેરમેન તરીકે તો વાઇસ ચેરમેન તરીકે હિતેશ પટેલની વરણી કરવામાં આવી છે. એકિઝકયુટિવ કમિટીનાં ચેરમેન તરીકે જીતેન્દ્ર ગોલવાળાની બિનહરીફ વરણી થઈ છે. યારે રાજકોટના સરકારી વકીલ દિલીપ મહેતાની ગુજરાત બાર કાઉન્સિલમાં કો ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે.





૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન, વાઈસ ચેરમેન સહિતની વિવિધ કમિટીઓ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ૨૫ વકીલો ચૂંટાયા છે ત્યારે આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન ભાજપ પ્રેરિત સમરસ પેનલના વડોદરાના ધારાશાક્રી નલિન પટેલ બન્યા છે અને સુરતના ધારાશાક્રી હિતેશ પટેલ વાઈસ ચેરમેનના પદે ચૂંટાયા છે.





શિસ્ત સમિતીના ચેરમેન તરીકે અનિલ કેલ્લાની વરણી કરવામાં આવી હતી. વકીલોએ નવનિયુકત હોદ્દેદારોને મીઠાઈ ખવડાવી મોઢુ મીઠુ કરાવ્યુ હતુ.સતત ૨૪ માં વર્ષે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સમરસ પેનલનો દબદબો યથાવત રહ્યો છે.ચરમેન તરીકે વરણી થયા બાદ નલિન પટેલે વકીલોની મૃત્યુ સહાય અને માંદગી સહાય સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.અને વકીલોના પ્રશ્નો નીવરાવા હમેંશા કટીબધ્ધ રહેવાની તૈયારી દર્શાવી હતી.





બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મહત્વની એનરોલમેન્ટ કમિટીમાં ચેરમેન તરીકે પી.ડી.પટેલ, દિપક દવે, એમ.સી. કામદારની નિમણૂક થઈ છે. ફાઇનાન્સ કમિટીમાં ચેરમેન તરીકે શંકરસિંહ ગોહિલ, મેમ્બર તરીકે હીરાભાઈ પટેલ ,કિરીટભાઈ બારોટ, વિજયભાઈ પટેલ, અનિદ્ધસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. લ્સ કમિટીમાં ચેરમેન તરીકે વિનય પટેલ મેમ્બરમાં કે.આર.ત્રિવેદી, કે.બી.વાઘેલા, એમ.એન.અનડકટ, આર.એમ.પટેલ, પી.ડી પટેલની નિમણૂક થઈ છે. જીએલએચ કમિટીમાં ચેરમેન તરીકે આર.જી.શાહ તથા એસ.એસ.ત્રિવેદી, અનિદ્ધસિંહ ઝાલા ,અનિલ કૈલા, એચ.એસ પટેલ, કે. બી.વાઘેલા, દીપક દવે, અફઝલખાન પઠાણ, સહિતનાની નિમણૂક થઈ છે.આ ઉપરાંત મેડિકલ સહાય કમિટીમાં ચેરમેન તરીકે રાજકોટના દિલીપ પટેલ, ભરત ભગત તથા એસ.એસ.ગોહિલની નિમણૂક કરવામાં આવી છે.




કો–ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂક થતા દિલીપ મહેતાનું સન્માન કરતા રાજકોટના વકીલો


બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ચેરમેન સહિતના હોદાદારોની બિનફરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના મદદનીશ સરકારી વકીલ દિલીપભાઇ મહેતાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો – ઓપ્ટ મેમ્બર તરીકે નિમણુકં કરવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બોડીમાં રાજકોટના સિનિયર વકીલની પસંદગી થતા રાજકોટના વકીલ આલમમાં ખુશીનો માહોલ છવાયો હતો. મદદનીશ સરકારી વકીલ દિલીપભાઇ મહેતાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો – ઓપ્ટ મેમ્બર તરીકે નિમણુકં થતા કોર્ટ પરિસરમાં સિનિયર જુનિયર વકીલો દ્રારા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં દિલીપભાઈ મહેતાને હારતોરા કરી મો મીઠા કરવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, રાજકોટ ભાજપ લીગલ સેલના સહસયોજક સી.એચ. પટેલ, ધર્મેશ સખીયા, પિયુષ સખીયા, નિલ શુકલા, હિતેશ દવે, નલિન આહ્વા, વીરેન વ્યાસ, સુમિત વોરા, સ્મિતાબેન અત્રી, બિપિન ગાંધી, વિમલ ડાંગર સહિતના સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application