બાગેશ્ર્વર બાબા આજે હિન્દુત્વનો હુંકાર કરશે

  • June 01, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધર્મ, કર્મ, જ્ઞાન, શ્રધ્ધા, ભકિત અને સંસ્કાર દ્રારા સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ  અને પરંપરાની ઉવળ ગરીમાને જીવતં કરવા માટે રેસકોર્સ મેદાનમાં આજે અને આવતીકાલે બે દિવસ માટે બાગેશ્વર ધામનાં વડાં પૂ. ધીરેન્દ્ર કૃષ્ણ શાક્રીની ઉપસ્થિતિમાં મહા હિન્દુ ધર્મ સંમેલન અને મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે વૈદિક મંત્રોચ્ચાર સાથે આ મહા દિવ્ય દરબારની શઆત થશે. બંને દિવસ આ મહા દિવ્ય દરબારમાં લાખ્ખો લોકોની મેદની ઉમટી પડશે. આ દિવ્ય દરબારમાં આવનારા લોકો માટે સુંદર બેઠક વ્યવસ્થા ઉપરાંત ચા–પાણી, નાસ્તાની વ્યવસ્થા વિનામૂલ્યે રાખવામાં આવી છે. રેસકોર્સ મેદાનમાં આ મહા દીવ્ય દરબારની તમામ તૈયારી પૂર્ણ થઇ ગઈ છે.





આ દિવ્ય દરબારમાં અયોધ્યા હનુમાનગઢી મુખ્ય મંદિરના સતં તપોનિ પ.પૂ.કલ્યાણદાસજી મહારાજ, બી.એ.પી.એસ.–રાજકોટનાં પૂ.અપૂર્વમુનીદાસ સ્વામી, જુનાગઢ  ભારતી આશ્રમનાં પૂ. ઇન્દ્રભારતી બાપુ, મુંજકા આર્ષ  વિધાપીઠનાં પૂ. પરમાત્માનદં સરસ્વતી, સારંગપુરના શ્રી કષ્ટ્રભંજન હનુમાનજી મંદિરના પૂ.વિવેકસાગરદાસ સ્વામી,  દૂધરેજ શ્રી વડવાળાની જગ્યાના પૂ. કનીરામબાપુ,  રાજકોટ ભુપેન્દ્રરોડ સ્વામિનારાયણ મંદિરના પૂ.રાધારમણદાસ સ્વામી, રાજકોટ કરણસિંહજી હાઇસ્કુલ સ્થિત બાલાજી મંદિરના પૂ. વિવેકસાગરદાસ સ્વામી, હરિધામ સોખડાના પૂ. ત્યાગવલ્લભ સ્વામી, ખીરસરા આશ્રમનાં પૂ. ભકતીપ્રસાદ સ્વામી, રાજકોટ ઇસ્કોન મંદિરના પૂ.વૈષ્ણવસેવાદાસ મહારાજ, નાના મવા સ્થિત કૈલાસધામ આશ્રમનાં ત્યાગી મનમોહનદાસજી,  બ્રહ્માકુમારી ભારતીદીદી, જામજોધપુર સ્થિત સત  પુરણધામ આશ્રમનાં સતં શ્રી જેન્તીરામ બાપા તથા સદગુ સાહેબ શ્રી હરિરામ બાપા સહિતના સંતો ઉપસ્થિત રહેશે.
આજે બપોરે ૪ થી ૫ દરમિયાન ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગીરનો સાવજ ગણાતા રાજભા ગઢવી અને લોક ગાયક તૃિબેન ગઢવી લોકકલા પીરસશે. આ ડાયરા પછી ૫  વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી દિવ્ય દરબાર મળશે. આ દિવ્ય દરબારની સફળતા માટે છેલ્લા એક મહિનાથી રાત–દિવસ એક કરી રહેલી બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્યોએ લોકોને બાબાની દિવ્ય વાણીનો લાભ લેવા અનુરોધ કર્યેા છે.




રાજકોટમાં જુદા જુદા મંદિરોના દર્શન કરતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર આજથી શ થઇ રહ્યો છે તે પૂર્વે આજે તેમણે શહેરના ચમત્કારિક હનુમાન મંદિર ( એ.જી. ચોક) બાપ્સ મંદિર ( કાલાવડ રોડ ) જેવા મંદિરોની મુલાકાત લીધી હતી. તેમણે હનુમાન દાદાના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ સમયે તેમની ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.



પ્રબુધ્ધ નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત
ધીરેન્દ્ર કૃષ્ણ શાક્રીએ આજે બપોરે રાજકોટમાં જનકલ્યાણ હોલ ખાતે શહેરનાં પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સંસ્થાના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. બાબાએ બધાને હિન્દુત્વનું મહત્વ સમજાવ્યું હતું.



સવારથી જ ભાવિકો ઉમટ્યા
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આજે સાંજથી શ થવાનો છે પણ આજે સવારથી જ લોકો રેસકોર્સ મેદાનમાં પહોચી ગયા હતા. ધીરેદન્ર કૃષ્ણ શાક્રીને સાંભળવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છમાંથી ભાવિકો આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application