2024ની ચૂંટણી માટે ભાજપ એકશન મોડમાં, જાણો રણનીતિમાં શું કર્યો ફેરફાર

  • December 26, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય જનતા પાર્ટી (BJP) મિશન 2024માં વ્યસ્ત છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક્શન મોડમાં છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન, પાર્ટીએ દરેક સંસદીય ક્ષેત્રમાં લોકસભા ચૂંટણી કાર્યાલયો ખોલવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ આ અંગે તમામ પ્રદેશ પ્રમુખોને સૂચના પણ આપી દીધી છે. પ્રદેશ પ્રમુખોને 30 જાન્યુઆરી પહેલા પાર્ટી કાર્યાલયો ખોલવાની સૂચના મળી છે.

ભાજપે રાજ્ય સંગઠનોને લોકસભા ચૂંટણીની તારીખો અને પક્ષના ઉમેદવારોના નામની રાહ જોયા વિના તમામ લોકસભા મતવિસ્તારોમાં પાર્ટી ચૂંટણી કાર્યાલય ખોલવા જણાવ્યું છે. તમામ લોકસભા મતવિસ્તારોમાં ખોલવામાં આવનાર ભાજપના આ ચૂંટણી કાર્યાલયો ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જ કામકાજ શરૂ કરી દેશે એટલું જ નહીં ચૂંટણીની તૈયારીઓ, બેઠકો અને ચૂંટણી પ્રચાર સહિત જે તે સંસદીય મતવિસ્તારની તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. અત્યાર સુધી એવું થતું હતું કે ઉમેદવારોના નામની જાહેરાત બાદ લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવતા હતા અને કામગીરી કરવામાં આવતી હતી.

ચૂંટણી ખર્ચ ઘટાડવાનો આદેશ

પાર્ટીએ ખુદ તેના રાજ્ય સંગઠનો અને કાર્યકરોને ચૂંટણી ખર્ચ ઘટાડવા માટે કહ્યું છે. આ માટે પ્રદેશ સંગઠનોને જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ કાર્યકરોને ઝંડા, બેનર, પોસ્ટર, વાહનો વગેરે પર ઓછામાં ઓછો ખર્ચ કરવા જણાવે. કાર્યકર્તાઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે, જનતાને સમજાવવામાં આવે કે પૈસા ખર્ચીને ચૂંટણી જીતવી એ કોંગ્રેસનું કલ્ચર છે. જે પાછળથી કોંગ્રેસના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારનું કારણ બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application