જામનગરના લાખાબાવળ આરોગ્ય કેન્દ્ર ખાતે ''વિશ્વ સ્તનપાન દિવસ'' નિમિતે જાગૃતિલક્ષી શિબિર યોજાઈ

  • August 08, 2024 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના લાખાબાવળ આરોગ્ય કેન્દ્ર ખાતે ''વિશ્વ સ્તનપાન દિવસ'' નિમિતે જાગૃતિલક્ષી શિબિર યોજાઈ

જામનગર તા.08 ઓગસ્ટ, સમગ્ર વિશ્વમાં તારીખ 01 ઓગસ્ટથી 07 ઓગસ્ટ દરમિયાન ''વિશ્વ સ્તનપાન સપ્તાહ’' ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જામનગરમાં આવેલા​ લાખાબાવળ આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને માહિતી આપવામાં આવી હતી. તેમજ વિટામીન- એ અને કૃમિનાશક ગોળીના મહત્વની જાણકારી આપવા અંગે વિષે લઘુશિબિર યોજાઈ હતી.

વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે, બાળકોના સ્વાસ્થ્યને સુધારવા અને જાગૃતિ ફેલાવવા માટે તારીખ 01 થી 07 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. નવજાત શિશુ માટે માતાનું દૂધ એ અમૃત સમાન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન- WHO અનુસાર નવજાત શિશુને જન્મ બાદના 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવવું જોઈએ. બાળકને માતાનું સારું દૂધ મળે તો તેને જીવનભર ઘણી બીમારીઓ થતી નથી. માતાના દૂધમાં એન્ટિબોડીઝ હોય છે. જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા માટે પણ બાળકોને સ્તનપાન કરાવવું જરૂરી છે. સ્ત્રીઓમાં તે સ્તન કેન્સર, અંડાશયના કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. 

લાખાબાવળ આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત સર્વેને લોહતત્વની ગોળી/ આયર્નની ટેબ્લેટ, કૃમિનાશક ગોળી, વિટામીન- A, આંગણવાડી કેન્દ્ર પરથી મળતા THR– માતૃશક્તિના ઉપયોગ અને મહત્વ, કુટુંબ નિયોજન પદ્ધતિઓ અંગે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેને માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ભાયા, આર.સી.એચ.ઓ. શ્રી ડો.નુપુર પ્રસાદ, જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બી.બી. સુથાર, લાખાબાવળ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર શ્રી ડૉ.ભૂમિ ઠુંમર, ટી.એચ.વી. શ્રી એસ.બી.ચાવડા, ડી.એસ.બી.સી.સી. શ્રી ચિરાગ પરમાર, એમ.પી.એસ. શ્રી સરવૈયાભાઈ, પી.એમ.ડબલ્યુ. શ્રી કપિલ લીંબાણી અને આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ આસિસ્ટન્ટ શ્રી નીલા ગોજીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બી.બી.સુથાર, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application