કેદારનાથના દ્રાર ખુલતા પહેલા જ ઉત્તરાખંડમાં હિમપ્રપાતની ચેતવણી

  • April 24, 2023 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યાત્રા માટેનું રજિસ્ટ્રેશન બધં કરાયું: શ્રધ્ધાળુઓને હવામાનને ધ્યાનમાં રાખી યાત્રા શરૂ કરવા વહીવટીતંત્રનો અનુરોધ




કેદારનાથ યાત્રાધામના કપાટ આવતીકાલે ખુલવાના છે ત્યારે શ્રધ્ધાળુઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તરાખંડના ચાર જિલ્લા ચામોલી, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, પિથોરાગઢમાં આગામી ૨૪ કલાકમાં હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી છે તેમજ યાત્રિકોને અનુરોધ કરાયો છે કે, તેઓ હવામાનને ધ્યાનમાં રાખીને જ યાત્રા પ્રારભં કરે. ડિફેન્સ જીઓ ઈન્ફોર્મેટિંકસ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટએ ત્રણ હજાર મીટરથી વધુ ઉંચાઈ પર આગામી ૨૪ કલાક હાઈ એલર્ટ જાહેર કર્યુ છે.



ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ ડો.કુમાર સિન્હાના જણાવ્યા અનુસાર એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ સંબંધિત જિલ્લાના ડીએમ અને એસએસપીને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
કેદારનાથના હવામાન એલર્ટના કારણે સાવચેતીના ભાગરૂપે વહીવટી તત્રં દ્રારા કેદારનાથ યાત્રા માટે નોંધણી અટકાવી દેવામાં આવી છે. કેદારનાથના દ્રારા ૨૫ એપ્રિલે ખુલશે જયારે ઉત્તરાખંડમાં ગંગોત્રી અને યમુનોત્રીના દ્રારા ખુલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થઈ ચૂકી છે ત્યારે વહીવટી તત્રં દ્રારા કેદારનાથ યાત્રા પર આવનારા શ્રધ્ધાળુઓ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે તેમજ યાત્રિકોને હવામાનને ધ્યાદમાં રાખીને સાવચેતી રાખવા અને હવામાનની આગાહી મુજબ મુસાફરી કરવા સૂચના આપવામાં આવી છે યાત્રાના દરેક માર્ગ પર આરોગ્યલક્ષી દરેક વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ યાત્રા પર આવનાર દરેક યાત્રિકોને વરસાદ તેમજ ઠંડીથી બચવા માટે પુરતા ગરમ કપડાં સાથે રાખવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application