મેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો

  • December 23, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉના ઝઘડાનો ખાર કારણભુત : અન્ય એક યુવકને માર માર્યો : સાત સામે ફરીયાદ


મેઘપર હાઇવે હોટલની બાજુમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો અને અન્ય એક યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો આ બનાવ અંગે સાત જેટલા શખ્સો સામે પડાણા પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.


લાલપુરના મેઘપર ગામની સામે હોટલ પાછળ રહેતા મુળ પંજાબના વતની જતીન્દરસીંગ ઉર્ફે હેપ્પી લખવીંદરસીંગ શીખ (ઉ.વ.28)એ ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં નિશાંતસીંગ રસગીલ તથા હરપ્રીતસીંગ ઉર્ફે હેપ્પી તથા રાજા જાંડે તથા અન્ય પાંચથી સાત શખ્સો ટ્રાઓ કંપનીમાં નોકરી કરતાની સામે જુદી જુદી કલમો મુજબ ફરીયાદ કરી હતી.


આરોપીઓ પૈકી નિશાંતસીંગએ અગાઉ સાહેદ સાથે નશો કરવા બાબતે રોકટોક કરી વ્યવસ્થીત રહેવા તથા કામ કરવા કહેતા તે અંગે સાહેદ તથા આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને તા. 22 રાત્રીના દસેક વાગ્યાના સુમારે આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી આરોપી નિશાંતસીંગે છરા જેવું હથીયાર ધારણ કરી સાહેદ નરેન્દ્રસીંગ પર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોચાડી હતી.


સહઆરોપીએ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ અજાણ્યા ઇસમોએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી. આ ફરીયાદના આધારે પડાણા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, જયારે ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application