જામનગરમાં ટ્રાફિક જમાદાર પર હુમલો

  • January 25, 2023 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આડેધડ રેકડી ઉભી રાખનારા બે વિક્રેતાઓ સામે પોલીસ દ્વારા દંડકીય કાર્યવાહી કરવા જતાં બંને રેકડી ધારકો ઉશ્કેરાયા હતા અને ફરજ પર રહેલા ટ્રાફિકના જમાદાર તથા ટ્રાફિક બ્રિગેડના એક જવાન સાથે રકઝક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાથી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, અને બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા નવીનદાન ગઢવી નામના પોલીસ હેડ કોન્સ્ટેબલ ગઈકાલે દરબારગઢ થી શાક માર્કેટ સહિતના વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ કરવા માટે પોતાની ફરજ પર હતા, જેઓની સાથે એક ટ્રાફિક બિગેડના કર્મચારી પણ જોડાયા હતા.


 દરમિયાન ઉપરોક્ત સ્થળે કાસમ ઉર્ફે કાસીમ સાજીદભાઈ મહુર અને ફૈઝલ સલીમ ભગાડ નામના બે રેકડી ધારકો કે જેઓએ આડેધડ રેંકડી પાર્ક કરી હોવાથી તેની સામે દંડકીય કાર્યવાહી કરવા જતાં બંને વિક્રેતાઓ ઉશ્કેરાયા હતા અને સૌ પ્રથમ પોલીસ કર્મચારી સાથે જીભા જોડી કરી હતી.


 ત્યારબાદ ઉશ્કેરાટમાં આવી જઈ ઝપાઝપી કરી બંને ફરજ પરના કર્મચારીઓ ઉપર હુમલો કરી દીધો હતો, જેથી સમગ્ર મામલો સીટી-એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં નવીનદાન ગઢવીની ફરિયાદના આધારે બંને શખ્સો સામે પોલીસ પાર્ટી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને બંનેની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application