એથ્લેટ નીરજ ચોપરાએ ડાયમંડ લીગના લુઝાન સ્ટેજમાં આટલા મીટર ભાલો થ્રો કરી ફરી જીત્યો ગોલ્ડ મેડલ

  • July 01, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એથ્લેટ નીરજ ચોપરા ઓલ્મ્પિકમાં મેડલ જીત્યા બાદ ચર્ચામાં રહ્યા છે.ત્યારબાદ પ્રેક્ટીસ દરમ્યાન ઈજા પહોચતા બ્રેક લેવો પડ્યો હતો.હવે કમબેક કરી ફરી ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે.ડાયમંડ લીગના લુઝાન સ્ટેજમાં 87.66 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.


ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 30 જૂનના રોજ લૌઝાન સ્ટેજ પર ડાયમંડ લીગ 2023માં 87.66 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈજા બાદ વાપસી કરી રહેલા નીરજ માટે લુઝેન ડાયમંડ લીગમાં શરૂઆત સારી રહી ન હતી. તેનો પ્રથમ પ્રયાસ ફાઉલ હતો. પરંતુ તે પછી તે પ્રથમ સ્થાન મેળવવા માટે શાનદાર રીતે પાછો ફર્યો.


લોઝેન ડાયમંડ લીગમાં નીરજ ચોપરા તેના પ્રથમ પ્રયાસમાં ફાઉલ થયા બાદ તેના બીજા અને ત્રીજા પ્રયાસમાં શાનદાર રીતે પાછો ફર્યો. નીરજનો બીજો થ્રો 83.52 મીટર હતો જ્યારે તેણે ત્રીજો થ્રો 85.04 મીટર પર ફેંક્યો હતો. જો કે 3 થ્રો પછી જર્મનીના જુલિયન વેબરે 86.20 મીટરના થ્રો સાથે ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.


નીરજ ચોપરા માટે તેનો ચોથો થ્રો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. જેમાં તેણે ફરીથી ફાઉલ કર્યો હતો. આવી સ્થિતિમાં તેમના પર દબાણ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જોકે શાનદાર વાપસી કરતા નીરજે 87.66 મીટરના અંતરે પોતાનો 5મો થ્રો કરીને ગોલ્ડને નિશાન બનાવવામાં સફળ રહ્યો હતો. આ પછી તેણે છેલ્લો થ્રો 84.15 મીટર દૂર ફેંક્યો હતો. જર્મનીના જુલિયન વેબર 87.03 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો. આ સાથે જ ચેક રિપબ્લિકના યાકુબ વાડલેજચે બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.


નીરજ ચોપરાની કારકિર્દીનો આ 8મો ગોલ્ડ મેડલ હતો. આ વર્ષે ડાયમંડ લીગમાં તેનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા નીરજે દોહા ડાયમંડ લીગમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application