પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં બી.એ.પી.એસ.એશિયા પેસિફિક દિન

  • January 12, 2023 02:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા, ૧૮ જેટલાં BAPS મંદિરો દ્વારા થઈ રહ્યું છે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ અને સામાજિક સેવાકાર્યોનું ઉમદા કાર્ય હતા


સિંગાપોર, થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાથી લઈને એશિયા પેસિફિકના અનેકવિધ દેશોમાં ભવ્યતાથી ઉજવાયા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવો   – વ્યસનમુક્તિ, પર્યાવરણ જાગૃતિ, આરોગ્યજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા

જુલાઈ ૨૦૨૨માં પેસિફિક મહાસાગરમાં ‘ગ્રેટ બેરીયર રીફ’ માં પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવી વિશિષ્ટ અંજલિ, સમસ્ત વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી


નવેમ્બર, 2022માં ઇન્ડોનેશિયામાં બાલી ખાતે યોજાયેલ ‘R20’ રિલિજિયસ ફોરમમાં BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ સનાતન હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું એપ્રિલ, ૨૦૨૨ માં સિડનીમાં ‘ઓપેરા હાઉસ’ ખાતે ૩૦૦૦ ભક્તો-ભાવિકોની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ઉજવાયો હતો નવેમ્બર, 2022માં મેલબોર્નમાં ‘માર્વેલ’ સ્ટેડિયમમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં 7500 ભક્તો-ભાવિકો, 32 સાંસદ સભ્યો અને 212 જેટલી વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા 


પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ નિમિત્તે સિડનીમાં 60 સ્વયંસેવકો દ્વારા વિશ્વની સૌથી મોટી 1023 કિલોની,  ‘eggless’ મહા અન્નકૂટ કેકનું નિર્માણ, ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સમાં રેકોર્ડ દર્જ થયો હતો

પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના આકારની કેક બનાવવામાં આવી હતી , કેક બનાવતી સમયે સ્વયંસેવકોએ ૨૫૩૫ વાર ૧૦૮ નામ ધરાવતી સહજાનંદ નામાવલિનો પાઠ કર્યો હતો સપ્ટેમ્બર, ૨૦૨૨માં  કેનબેરામાં ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો, BAPSના ઓસ્ટ્રેલિયામાં ૧૦ કરતાં વધુ મંદિરો અને ૫૮ જેટલાં સત્સંગ કેન્દ્રો દ્વારા થઈ રહેલા સામાજિક સંવાદિતા, સેવા અને સંસ્કારપ્રસારના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું    



મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી સિડનીમાં વિરાટ શિખરબદ્ધ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર નિર્માણાધીન સિડની, કેનબેરા, મેલબોર્ન, પર્થ, બ્રિસ્બેન, એડિલેડમાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાઈ હતી ઓગસ્ટ, ૨૦૨૨માં મેલબોર્નમાં પાર્લામેન્ટ ઓફ વિક્ટોરિયાની લાઇબ્રેરીમાં  પ્રસ્થાનત્રયી (શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર) પર BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ લખેલાં સ્વામિનારાયણ ભાષ્યો, પરમ મહંતસ્વામી મહારાજે રચેલ સત્સંગદીક્ષા ગ્રંથ અને ડો. કલામ દ્વારા લખાયેલ પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’  અર્પણ કરવામાં આવ્યા હતા


120 બાળ –બાલિકાઓએ સત્સંગદીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો 

59 બાળ-બાલિકાઓએ સંસ્કૃતમાં સ્વામિનારાયણ સિદ્ધાંતકારિકાઓનો 565 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો 

128 બાળ-બાલિકાઓએ સ્વામિનારાયણ મહાપૂજાની તાલીમ પ્રાપ્ત કરી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ૧૫૦૦ કરતાં વધુ મહાપૂજા કરી  

હતી જૈન ધર્મગુરુ  વિજય અભયસૂરીશ્વરજી મહારાજ દ્વારા સ્વર્ણિમ શાહીથી લખાયેલી હસ્તલિખિત શિક્ષાપત્રી  મહંતસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application