ASMITA GSFA Sub Junior Girls 2026: કોચ આદિત્ય પીપરીયાના માર્ગદર્શનમાં જામનગર DFA અજેય ચેમ્પિયન
જામનગર: AIFF અને Gujarat State Football Association દ્વારા આયોજિત ASMITA GSFA Sub Junior Girls 2026 ટુર્નામેન્ટમાં કોચ આદિત્ય પીપરીયાના માર્ગદર્શન હેઠળ જામનગર DFA ની ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમે એકપણ ગોલ ખાધા વગર તમામ મેચ જીતી હતી.
કાલાવાડની DLSS માં સવાર-સાંજ સખત મહેનત અને પ્રેક્ટિસનું પરિણામ આજે મેદાન પર જોવા મળ્યું. ખેલાડીઓની શિસ્ત, ટીમવર્ક અને કોચની મહેનતને કારણે જામનગર DFA એ દરેક મુકાબલામાં દબદબો જાળવી રાખ્યો હતો.
લીગ સ્ટેજમાં જામનગર DFA એ ભાવનગરને 38-0 અને અમદાવાદને 5-0 થી હરાવ્યા હતા. સેમિફાઇનલમાં બરોડાને 7-0 થી અને ફાઇનલમાં રાજકોટને 10-0 થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.
જામનગર DFA નો ટુર્નામેન્ટમાં સફર:
- લીગ મેચ: જામનગર DFA 38 - 0 ભાવનગર DFA
- લીગ મેચ: જામનગર DFA 5 - 0 અમદાવાદ DFA
- સેમિફાઇનલ: જામનગર DFA 7 - 0 બરોડા DFA
- ફાઇનલ: જામનગર DFA 10 - 0 રાજકોટ DFA
વિજય બાદ ખેલાડીઓએ ટ્રોફી અને મેડલ સાથે ઉજવણી કરી હતી. Gujarat State Football Association દ્વારા પણ "CONGRATULATIONS JAMNAGAR DFA" પોસ્ટ કરીને ટીમ અને કોચ આદિત્ય પીપરીયાને શુભેચ્છા પાઠવી છે.
Khelo India Asmita યોજના હેઠળ યોજાતી આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ રાજ્યભરમાંથી મહિલા ફૂટબોલની પ્રતિભાઓને શોધીને તેમને રાષ્ટ્રીય સ્તર સુધી તૈયાર કરવાનો છે. જામનગર DFA ના આ પ્રદર્શનથી જિલ્લાની યુવા ખેલાડીઓમાં નવો જુસ્સો જોવા મળી રહ્યો છે.
જિલ્લા ફૂટબોલ એસોસિએશનના અધિકારીઓએ ટીમ અને કોચની મહેનતને બિરદાવતા જણાવ્યું કે "આ જીત જામનગર માટે ગૌરવની વાત છે."