વર્ષોથી જે સંધર્ષ ચાલી રહ્યો હતો અને જે સપનું જોવાઇ રહ્યું હતું તેણે આખરે વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવાન શ્રીરામ અયોધ્યાના રામમંદિરમાં સિંહાસન પર બિરાજમાન થયા છે. મંત્રોચ્ચાર સાથે રામલલ્લાના અભિષેકની વિધિ પૂર્ણ થઈ છે. ગર્ભગૃહમાંથી શ્રીરામના પ્રથમ વખત દર્શન થતા ભક્તો ધન્ય થયા હતા. દેશ વિદેશથી ભગવાન શ્રીરામ માટે વિવિધ ભેટ સોગાદો મોકલવામાં આવી હતી.. જેમાં મહાકાલની ભસ્મ સાથે રામલલ્લાનું પૂજન કરવામાં આવ્યું હતું.
રામજી ભગવાન વિષ્ણુના અવતાર છે, શ્રી હરિ વિષ્ણુ શંખ, ચક્ર, ગદા અને પદ્મના ખૂબ જ શોખીન છે, તેથી પ્રાણપ્રતિષ્ઠા માટે આ સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠામાં ઉજ્જૈન સ્થિત મહાકાલની ભસ્મનો પણ વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે સ્મશાનગૃહમાંથી મહાકાલની ભસ્મ લાવવામાં આવે છે. ભસ્મને ભગવાન શિવનું પ્રિય આભૂષણ માનવામાં આવે છે. શિવ વિનાશના દેવ છે. ભસ્મ ધારણ કરેલા ભોલેનાથ સંદેશ આપે છે કે જ્યારે આ જગતનો નાશ થશે ત્યારે તમામ જીવોના આત્માઓ ભગવાન શિવમાં સમાઇ જશે.
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રખ્યાત છે. દરરોજ બાબાને ભસ્મથી શણગારવામાં આવે છે. અહીંની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ધાર્મિક માન્યતા અને પૌરાણિક કથાઓ અનુસાર, ઘણા વર્ષો પહેલા ઉજ્જૈનમાં દુષણ નામનો એક રાક્ષસ રહેતો હતો. જે ત્યાંના લોકો અને રાજાને ત્રાસ આપતો હતો. તેનાથી કંટાળીને લોકોએ મહાદેવની પૂજા કરી અને તેમની રક્ષા માટે કહ્યું હતું. કહેવાય છે કે તેમની પૂજા સ્વીકાર્યા બાદ મહાદેવે પોતે જ તે રાક્ષસનો વધ કર્યો હતો. આ પછી તેણે પોતાની જાતને રાક્ષસની ભસ્મથી શણગારી અને પછી ત્યાં સ્થાયી થયા. ત્યારથી આ સ્થળનું નામ મહાકાલેશ્વર પડ્યું અને ત્યારથી ભસ્મ આરતી શરૂ થઈ.
નોંધ
અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. જેનું અમે સમર્થન કે પુષ્ટિ નથી કરી રહ્યા. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ ચોક્કસપણે લો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech