યુવક એક કલાક કેબમાં સૂઈ જતા, ડ્રાઈવરે વસુલ્યું 26,000 રૂપિયા ભાડું

  • May 06, 2023 07:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જે લોકો કેબમાં મુસાફરી કરે છે તેઓ સારી રીતે જાણતા હશે કે કેબ કંપનીઓ પીક અવર્સ દરમિયાન મુસાફરો પાસેથી અનેક ગણું ભાડું વસૂલે છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં એક વ્યક્તિ સાથે આવું જ કંઈક થયું. તેણે મેલબોર્ન એરપોર્ટથી ઘરે જવા માટે કેબ બુક કરાવી હતી. પરંતુ ટેક્સીમાં સૂઈ ગયા બાદ તેની પાસેથી 75 કિમીની મુસાફરી માટે ત્રણ ગણું ભાડું વસૂલવામાં આવ્યું હતું.

અહેવાલ મુજબ, રેયાને મેલબોર્ન એરપોર્ટથી બર્વિકના ઉપનગર સુધી એક કલાકની મુસાફરી માટે કેબ બુક કરી હતી. સામાન્ય રીતે તેમની કિંમત 160 ઓસ્ટ્રેલિયન ડોલર (રૂ. 8,724) હોય છે. પરંતુ જ્યારે કેબ ડ્રાઈવરે તેમને ભાડું જણાવ્યું તો તેઓ સાંભળીને ચોંકી ગયા. ડ્રાઈવરે રેયાનને કહ્યું કે 75 કિમીની સફર માટે તેનું ભાડું 468 ઓસ્ટ્રેલિયન ડોલર (એટલે કે રૂ. 25, 519) છે.

રેયાને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને ટિકટોક પર પોસ્ટ કર્યો હતો, જે વાયરલ થયો છે. આમાં તે વધુ ભાડું વસૂલતા કેબ ડ્રાઈવર સાથે દલીલ કરતા જોવા મળે છે. ડ્રાઈવરનું કેહવું હતું કે તેણે નિયમો અને મીટર જોઈને જ ભાડું કહ્યું છે. બન્નેની દલીલો પર કેટલાક લોકો પણ ત્યાં જમા થઇ ગયા હતા.

પરંતુ રાયનની મુસીબતોનો અહીં અંત ન હતો. જ્યારે તેણે ક્રેડિટ કાર્ડ વડે ભાડું ચૂકવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભાડું 468 AUD થી વધીને 486.72 AUD થઈ ગયું. મતલબ, રેયાનને 26 હજાર રૂપિયા ચૂકવવાના હતા. રેયાન હવે કેબ કંપની પાસેથી જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે કે આ કેવી રીતે થયું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application