આર્યન ખાન કેસની ડીલ 18 કરોડમાં ગોઠવાઈ, વાનખેડે વિરુદ્ધ FIRમાં મોટો ખુલાસો

  • May 15, 2023 11:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્યન ખાન કેસમાં પૂર્વ NCB ઓફિસર સમીર વાનખેડે મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. CBIએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં સમીર વાનખેડે પર અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ફસાવવાના બદલામાં 25 કરોડની લાંચ માંગવાનો આરોપ છે.

FIRની કોપી અનુસાર, સમીર વાનખેડેના કહેવા પર ગોસાવીએ આર્યન ખાન કેસમાં 25 કરોડની માંગણી કરી હતી. આ રકમના બદલામાં આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી.


એફઆઈઆરની કોપી અનુસાર, સમીર વાનખેડેએ ગોસાવીને સોદા માટે પૈસાના મામલે સંપૂર્ણ છૂટ આપી હતી. ગોસાવીએ 18 કરોડમાં ડીલની પુષ્ટિ કરી હતી. એટલું જ નહીં ગોસાવીએ એડવાન્સ તરીકે 50 લાખ રૂપિયા પણ લીધા હતા.


FI અનુસાર, તપાસમાં સમીર વાનખેડેએ પણ પોતાની વિદેશ યાત્રા વિશે સાચી માહિતી આપી ન હતી. તેણે તેની મોંઘી ઘડિયાળ અને કપડાં વિશે પણ જણાવ્યું ન હતું. FIRમાં સમીર વાનખેડેની અપ્રમાણસર સંપત્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

12 મેના રોજ, સમીર વાનખેડે વિરુદ્ધ એક મોટી કાર્યવાહીમાં, સીબીઆઈએ તેના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈની ટીમે વાનખેડેની તેમના મુંબઈના ઘરે 13 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. સીબીઆઈના અધિકારીઓ બહેનના ઘરે પણ પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application