શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને તેની પહેલી વેબ સિરીઝ સ્ટારડમનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આર્યન પાપા શાહરૂખની જેમ એક્ટિંગમાં કરિયર બનાવવા માગતો ન હતો, તેથી તેણે ડિરેક્શનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. હવે તેની ડેબ્યૂ સિરીઝનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. જ્યારથી આર્યનની વેબ સિરીઝના સમાચાર આવ્યા છે ત્યારથી ફેન્સ બોલિવૂડના આ સૌથી ફેમસ સ્ટાર કિડની સિરીઝની રાહ જોઈ રહ્યા છે.
વેબ સિરીઝ સ્ટારડમની રેપ-અપ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આર્યન ખાન થ્રી ટાયર કેક કાપી રહ્યો છે અને તે સીરિઝના કલાકારો અને ક્રૂ મેમ્બર્સથી ઘેરાયેલો છે. આ દરમિયાન સ્ટારડમમાં કામ કરી રહેલ બોબી દેઓલ પણ ત્યાં જોવા મળે છે. આર્યન કેક કટિંગ દરમિયાન ત્યાં બધા તાળીઓ પાડતા જોવા મળે છે.
આર્યન ખાનની આ દિગ્દર્શિત ડેબ્યૂમાં ગ્લેમરની દુનિયાને વિગતવાર બતાવવામાં આવશે. આ સિરીઝમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સના જીવનની વાર્તાઓ, તેમની કારકિર્દીના ઉતાર-ચઢાવ અને મોટા સ્ટાર બનવાની ઈચ્છા સાથેના સ્ટાર્સના સંઘર્ષને બતાવવામાં આવશે. ખાસ વાત એ છે કે દિગ્દર્શન સિવાય આર્યન ખાને પોતે આ સિરીઝ લખી છે.
આ સીરિઝમાં લક્ષ્ય લાલવાણી લીડ રોલમાં જોવા મળશે. આ સિરીઝમાં બોબી દેઓલ અને મોના કપૂર જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. એટલું જ નહીં આ સીરીઝમાં કિંગ ખાન એટલે કે શાહરૂખ પોતે પણ જોવા મળશે. શાહરૂખ, રણબીર કપૂર અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ તેમાં કેમિયો રોલમાં હશે.
સિરીઝનું શૂટિંગ પૂરું કર્યા બાદ આર્યન ખાન પિતા શાહરૂખ, માતા ગૌરી, નાનો ભાઈ અબરામ અને બહેન સુહાના સાથે IPLની ફાઈનલ મેચ જોવા માટે ચેન્નાઈ પહોંચી ગયો છે. ચેન્નાઈમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech