જામનગરમાં એકી-બેકીનો જુગાર રમતા ચારની અટક

  • February 11, 2023 06:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના પંચવટી સર્કલ પાસે નોટના નંબરના આંકડા બોલીને જુગાર રમતા ચાર શખ્સોને ૧૩ હજારની મત્તા સાથે સીટી-બી પોલીસે પકડી લીધા હતા.


જામનગરના પંચવટી સર્કલ પાસે આવેલ દેવાંગી નર્સરી નજીક જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા મચ્છરનગર બ્લોક નં. ૩૧ માં રહેતા સચીન ઉર્ફે શ્યામ અનિલ કાથરાણી, મહાવીર સોસાયટી, રીન્કુ એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૯માં રહેતા અને લે-વેચનો ધંધો કરતા દિનેશ ઉર્ફે લકકી નારણ તખતાણી, પુનિતનગર શેરી નં. ૨માં રહેતા મનસુખ રામા સોલંકી અને બેડીના ચાંદની ચોકમાં રહેતા અબ્બાસ સુલેમાન સંઘારને રોકડા ૧૩૫૯૦ સાથે પકડી લીધા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application