શું તમે સોલો ટ્રીપનું આયોજન કરવા જઈ રહ્યા છો? તો ધ્યાનમાં રાખો આ બાબતો

  • January 09, 2024 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaldigitalteamઆજકાલ યુવાનોમાં સોલો ટ્રિપ ખૂબ જ લોકપ્રિય છે. કેમ કે, છેલ્લા કેટલાક સમયથી સોલો ટ્રાવેલનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકો તેમની બેગ પેક કરીને પ્રવાસ પર નીકળી જતા હોય છે. પરંતુ કેટલાક લોકો જે પહેલીવાર પ્રવાસે જાય છે, તેમના મનમાં સોલો ટ્રિપ માટે અનેક સવાલો ઉભા થતા હોય છે.  જો કે, સોલો ટ્રીપની ખાસ વાત એ છે કે પહેલીવાર આ પ્રકારે મુસાફરી કરવાનો અનુભવ ઘણો રોમાંચક રહેવાનો છે.


ખાસ તો સોલો ટ્રિપમાં વ્યક્તિ એકલો પ્રવાસ કરે છે એટલે તેની ઇચ્છા અનુસાર મજા માણે છે તેમજ સ્થળોની મુલાકાત લે છે. પરંતુ કેટલીકવાર એકલા મુસાફરી કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આથી, એકલા મુસાફરી કરતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.


આપને જણાવી દઇએ કે, સોલો ટ્રાવેલિંગ એટલું સરળ નથી, ખાસ કરીને જેઓ પહેલીવાર સોલો ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે. આ સમય દરમિયાન તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ પહેલીવાર સોલો ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે તમને સોલો ટ્રિપ માટે ઉપયોગી થશે.


પ્રવાસની યોજના બનાવો

એકલા મુસાફરી કરતા પહેલા એ મહત્વનું છે કે તમે તમારા સમગ્ર પ્રવાસની યોજના બનાવો. આ પ્રવાસ દરમિયાનના તમારા ખર્ચની યાદી પણ તૈયાર કરી લો. તેમાં નાના-મોટા તમામ ખર્ચને સમાવી લેવા. જેમ કે ભોજન ખર્ચ, રહેઠાણ ખર્ચ અને રાઉન્ડ-ટ્રીપ ભાડા. આ સિવાય તમે જે જગ્યા પર ફરવાનું આયોજન કરી રહ્યા છો, તેના વિશે જાણકારી પ્રાપ્ત કરી લો.


ઓવરપેક કરશો નહીં


જો તમે પહેલીવાર એકલા મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો તમારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. ઘણી વખત જે સ્થળની મુલાકાત લેવી હોય તે માટે વધુ માહિતી હોતી નથી, જેના કારણે સમસ્યા પણ સર્જાઇ શકે છે. આ ઉપરાંત ઘણા લોકોને ખૂબ સામાન સાથે લઇ જવાની ટેવ હોય છે. ત્યારે  એકલા મુસાફરી કરતી વખતે સામાન લઇ જવામાં મૂશ્કેલી પડી શકે છે. આથી, આવશ્યકતા અનુસાર જ સામાન પેક કરવો જોઇએ. બિનજરૂરી સામાન લઇ જવાથી બચવું જોઇએ.


પરિવાર સાથે સંપર્કમાં રહો

જો તમે ક્યાંક એકલા જઈ રહ્યા છો, તો તમારી સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ. તમારા પરિવાર સાથે તમારી મુસાફરીનો કાર્યક્રમ પણ શેર કરવો. જેથી સોલો ટ્રિપ દરમિયાન તમને કોઇ સમસ્યા સર્જાઇ તો પરિવાર સાથે સંપર્ક થઇ શકે અથવા તો સમયસર સહાય મળી રહે.


એક યોજના તૈયાર કરો

કોઈ પણ જગ્યાએ એકલા મુસાફરી કરતી વખતે ચોક્કસપણે તમારો પ્લાન બી તૈયાર કરો. ઉદાહરણ તરીકે, જો કોઈ રિઝર્વેશન રદ થઈ જાય અથવા તમને કોઈ સ્થાન પસંદ ન હોય. તો એ બાબત તમારી મુસાફરીની મજા બગાડે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application