બુધવારે મોડી રાત્રે એપલે તેના સપોર્ટ પેજને પણ કર્યું અપડેટ : અટેકર્સ ચોક્કસ વ્યક્તિઓ અને તેમના ડિવાઇસને લક્ષ્ય બનાવવા એકસ્ટ્રાઓર્ડિનરી રિસોર્સનો કરે છે ઉપયોગ
ટૂંક સમયમાં એપલ ભારત અને અન્ય 91 દેશોમાં તેના યુઝર્સને જાણ કરે તેવી શક્યતા છે કે તેઓ "મર્સનરી સ્પાયવેર" અટેકના સંભવિત શિકાર બન્યા છે. આ બાબતથી પરિચિત સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈએ તેમના ઉપકરણોની ગેરકાયદેસર ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
એપલ દ્વારા મોકલવામાં આવેલ થ્રેટ નોટિફિકેશન મેઈલ મુજબ મર્સનરી સ્પાયવેર અથવા ભાડૂતી સ્પાયવેર અટેકર્સ એનેસઑ ગ્રુપના પેગાસસનો ઉપયોગ કરીને, નિયમિત સાયબર ક્રાઇમ અથવા યુઝર માલવેર કરતાં અસાધારણ રીતે રેર અને વધુ મોડર્ન છે.
નોટિફિકેશનમાં એપલે એમ પણ કહ્યું હતું કે તેણે શોધ્યું છે કે ચોક્કસ એપલ આઈડી સાથે જોડાયેલા મર્સનરી સ્પાયવેર એટેક કે જે આઇફોનને ટ્રેક કરવાનો પ્રયાસ કરી તેના દ્વારા યુઝર્સને નિશાન બનાવવામાં આવ્યા છે. ભારતીય સમય અનુસાર બુધવારે મોડી રાત્રે એપલે તેના સપોર્ટ પેજને પણ અપડેટ કર્યું જેથી તે યુઝર્સ માટે યોગ્ય માહિતી પૂરી પડી શકે. આઇફોન નિર્માતાએ અપડેટ કરેલ સપોર્ટ પેજ પર જણાવ્યું હતું કે, "એપલ થ્રેટ નોટિફિકેશન એવા યુઝર્સને સૂચિત કરવા અને મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે કે જેઓ આ સ્પાયવેર હુમલાઓ દ્વારા વ્યક્તિગત રીતે લક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે.”
આ થ્રેટ નોટિફિકેશનનો બીજો રાઉન્ડ છે જે વિશ્વભરના યુઝર્સને મોકલવામાં આવ્યો છે. ઑક્ટોબર 2023 માં, એપલએ ભારત સહિત ઘણા દેશોમાં યુઝર્સને તેમના ડિવાઇસ પર "સ્ટેટ સ્પોન્સર્ડ અટેક્સની ચેતવણી આપીને સમાન સૂચના મોકલી હતી. જો કે, કંપનીએ સ્પષ્ટ કર્યું નથી કે આ હુમલા પાછળ કોણ હતું. તે સમયે યુઝર્સને મોકલવામાં આવેલી ધમકીની સૂચનામાં એપલે કહ્યું હતું કે આવા હુમલાનો સામનો કરી રહેલા યુઝર્સને "તેઓ કોણ છે અથવા તેઓ શું કરે છે તેના કારણે વ્યક્તિગત રીતે નિશાન બનાવવામાં આવે છે."
એપલે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, પરંપરાગત સાયબર ક્રિમીનલ્સથી વિપરીત, સ્ટેટ સ્પોન્સર્ડ અટેકર્સ ખૂબ જ ઓછી સંખ્યામાં ચોક્કસ વ્યક્તિઓ અને તેમના ડિવાઇસને લક્ષ્ય બનાવવા માટે એકસ્ટ્રાઓર્ડિનરી રિસોર્સનો ઉપયોગ કરે છે, જે આ હુમલાઓને શોધવા અને રોકવા માટે ખૂબ જ મુશ્કેલ બનાવે છે. " કંપનીના જણાવ્યા અનુસાર, 2021 થી ઓછામાં ઓછા 150 દેશોના યુઝર્સને આ ધમકી આપવામાં આવી છે. એપલ સંભવિત અટેકર્સ વિશે વધુ માહિતી આપવાનો પણ ઇનકાર કરે છે કારણ કે આમ કરવાથી અટેકર્સ ભવિષ્યમાં સાવચેત થઈ શકે છે. અગાઉ 2021 માં, એપલ અને ગૂગલ બંનેએ ભારત સહિત વૈશ્વિક સ્તરે યુઝર્સને ચેતવણી સૂચનાઓ મોકલી હતી, તેમને ચેતવણી આપી હતી કે ઇઝરાયેલી કંપની એનએસઑ દ્વારા ઉત્પાદિત સ્પાયવેર, પેગાસસ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે તેમના ડિવાઇસને અસર થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech