દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભવ્ય સભા યોજાઈ.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ૧૨ લોકસભાના સાંસદ તથા
ઉમેદવાર પૂનમબેન માડમને પ્રચંડ લીડ થી જીતાડવા કરી અપીલ.
ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની જામનગર ખાતે ભવ્ય સભા યોજાઈ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જામનગર આગમન સાથે જ જામનગરના રાજવી શ્રી શત્રુશલ્યસિંહજી (જામસાહેબ) શ્રી સાથે આત્મીય મુલાકાત કરી. ટ્વિટરના માધ્યમ થી આ મુલાકાતની માહિતી સાર્વજનિક કરેલ. આ તબ્બકે માનનીય જામસાહેબ શ્રી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પાઘડી પહેરાવેલ. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સભામાં વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઉદબોધનને સાંભળવા પ્રચંડ જનમેદની એકઠી થયેલ.
આ સભાના પ્રારંભમાં માનનીય કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલએ ૪૦૦ પાર સીટ તથા ગુજરાતની પ્રત્યેક સીટ ઉપર ૫ લાખની લીડ લઇ આવવા અપીલ કરેલ. ૧૨ લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પુનમબેમ માડમ તથા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ની સરકાર ને ફરી વોટ આપી ઐતિહાસિક હેટ્રિક ના સહભાગી બનવા લોકો ને અપીલ કરેલ.
ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના વિધાનસભા ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ જણાવેલ, કે કોંગ્રેસમાં મજૂરી કરી છે, તેમનું નેતૃત્વ એવા લોકોના હાથમાં છે કે જે સોનાની ચમચી સાથે જમ્યા છે, તેમનામાં જનતાની તકલીફ સમજવાની સમજણ નથી. આપણે તેમને મત આપવાની ભૂલ ન કરીએ અને દેશના વિકાસને આગળ વધારવા નરેન્દ્રભાઈ મોદીજીને જિતાડીએ. રામમંદિરની સાથે સાથે દ્વારકા, સરદાર પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી), સોમનાથ જેવા સ્થળોના વિકાસની વાત કરી પુનમબેમ માડમને માત્ર જીત નહિ પણ સૌરાષ્ટ્રની સૌથી વધુ લીડ મળે એ રીતે જીતાડવાની અપીલ કરી.
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી આર.સી.ફળદુ સાહેબએ ભુપેન્દ્રભાઈની સરકાર ગુજરાતના લોકો માટે સતત કાર્ય સર્ટી રહી છે. પાણી, વીજળી, સિંચાઈ યોજના, માર્ગ - રસ્તા જેવા કાર્ય સતત થતા રહ્યા છે, રાજ્યની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે. મોદી સાહેબે આદર્શ પ્રધાનમંત્રીની છબી દર્શાવી છે. નાત - જાત - જતી ના ભેદ ન રાખીને દરેક દેશવાસીનું કાર્ય કર્યું છે. આ ચૂંટણીમાં અન્ય પક્ષ મોદીજી ને હટાવવા એક થયા છે ત્યારે આપણી ફરજ છે કે, દેશના વિકાસ માટે આપણા સંતાનોના સારા ભવિષ્ય માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ને જિતાડીએ આ ચૂંટણી હિન્દુસ્તાનની અસ્મિતાની ચૂંટણી છે.
૧૨ લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પુનમબેમ માડમ એ જણાવેલ કે જયારે જયારે પ્રધાનમંત્રી આપણી વચ્ચે આવ્યા છીએ ત્યારે ત્યારે આપણે વિકાશની ભેટ આથી જ છે. મારી આ દશ વર્ષની યાત્રામાં તમારો સૌનો સાથ મળ્યો છે. મોદી સાહેબએ સરકારી તમામ યોજના ધર ધર સુધી પહોંચે તે રીતની વ્યસ્થા કરી છે. તેમાં રાજ્યસરકારનો પણ સાથે મળ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલએ જયશ્રી રામના જયઘોષ સાથે જણાવેલ કે, આઝાદ ભારતની આ પ્રથમ ચૂંટણી છે કે જેમાં આખો દેશ એક અવાજે મોદીસાહેબ સાથે છે, રામમંદિરના નિર્માણ કરનારને દેશનું સુકાન સોંપવા દેશની જનતા આતુર છે. આજે દેશના જનજનમાં વિશ્વાશ છે કે "મોદી છે તો મુમકીન છે" સૌનું કલ્યાણ, સૌની સુરેક્ષા, સૌની સલામતી એ મોદી સાહેબના સાશનની ગૅરંટી છે. છોટી કાશી વતી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી નું સ્વાગત કરેલ.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ જણાવેલ કે, આમતો ગુજરાતમાં મત માંગવા આવવાનું જ ન હોય, હું પ્રચાર માટે નથી આવ્યો, પ્રેમનો આસ્વાદ લેવા આવ્યો છું. તેઓ એ પોતાના સમય જયારે તેઓ ગુઅજરાત ના મુખ્યમંત્રી હતા એ સમય યાદ કર્યો. તેઓએ એ સમય ને યાદ કરતા જણાવેલ કે જામનગર ભૂચરમોરી ખાતે તેઓ તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા જેઓ એ મુલાકાત કરેલ. ૨૦૧૪ અને ૨૦૧૯ કરતા ૨૦૨૪ ના પ્રચારમાં વધુ ને વધુ પ્રેમ મળી રહ્યો છે. દરેક જગ્યાએ એક જ સ્વર આવી રહ્યો છે, "ફિર એક બાર મોદી સરકાર".
કોંગ્રેસની રાજનીતિ કૂટપ્રચારની છે. આજે આખી દુનિયામાં ભારતનું સન્માન વધુ છે. ત્યારે કોંગ્રેસના યુવરાજ વિદેશમાં ભારત વિરુદ્ધ પ્રચાર કરે છે !, ૨૦૧૪માં દુનિયામાં ભારતનું અર્થતંત્ર ૧૧ માં સ્થાને હતું, આજે પાંચમા સ્થાને છે. તેઓ એ વિશેષ થી જણાવેલ કે તેઓના સંકલ્પ તેઓ એ આ ટર્મ માં પુરા કરવા છે. તેઓ એ જણાવેલ કે, તેઓનો સંકલ્પ ભારતને દુનિયાની પ્રથમ અર્થવ્યસ્થા બનાવવાનો છે. અને ત્યારે ભારત આત્મનિર્ભર હશે, એ સમયે યુવાનોના સપના પુરા થશે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મસ્લિમ લીગની છાપ છે. કોંગ્રસના નેતા વોટ જેહાદની વાત કરે છે. કોંગ્રેસ જાતિના નામ પર સમાજના ભાગલા અને તૃષ્ટિગુણ થી મત મેળળવા, આ બે વાત પર ચૂંટણી લડતા હતા અને કોંગ્રેસ મુસ્લિમ અનામતની વાત કરી રહી છે.
તેમને વધુ માં જણાવેલ કે, જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી દેશના ધર્મના આધારે ભાગલા પાડવા નહિ દઉં. કોંગ્રેસ રામમંદિરની મજાક કરે છે, હિન્દૂ ધર્મની શક્તિને નકારે છે. સમુદ્રમાં ડૂબેલી દ્વારકાને માનવા તૈયાર નથી. એટલે જ કહી છું કે કોંગ્રેસથી સાવધાન રહો. કોઈ તરફ નારાજગી હોય તો તે માટે કોંગ્રેસને મત આપવાની જરૂર નથી. કોંગ્રેસ પાસે ૨૭૨ ઉમદેવાર જ નથી, તો સરકાર ક્યાંથી બનાવશે ? આગામી દિવસોથી વિમાન, અગ્રિકલચર, ઇલેક્ટ્રિક વિહિકલ ગુજરાતમાં બનશે. ગુજરાત ગ્રીનહાઈડ્રોજન નું હબ બનવા જઈ રહ્યું છે.સોલાર પેનલ માટે સબસીડી મળશે, તેઓ એ જણાવેલ કે "મારુ સપનું છે કે, ગુજરાતના તમામ ઘરોમાં વીજળીબિલ ઝીરો થાય". આ ઉપરાંત તેઓએ ૧૨ લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ ને પ્રચંડ લીડ થી જીત આવવા જણાવેલ.
આ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ૧૨ લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, રાઘવજી પટેલ, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, પબુભા માણેક, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ, ડો. વિનોદ ભેંડેરી, બ્રિજરાજસિંહ ઝાલા, હરીશભાઈ મચ્છર, ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા જયેશભાઇ વ્યાસ, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેકઃ પટવા, રમેશભાઈ મૂંગરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, રમેશભાઈ ઓડેદરા, ઇન્ચાર્જ, દેવભૂમિ દ્વારકા, મહેન્દ્રસિંહ સરવૈયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, મેયર વિનોદ ખીમસુરિયાં, વત્સલભાઈ ટાંક, યુવા સ્કોલરશીપ લાભાર્થી, ક્રિષ્નાબેન સોઢા, ડે મેયર, જા, માયુ, કો, મણીબેન વસોયા, વિશિષ્ટ વ્યક્તિ, ગોલ્ડ મેડાલીસ્ટ, ચંદ્રિકાબેન રામાવત, પી.એમ.એ.વાય, જીગ્નાબેન ત્રિવેદી, ઉજ્વવળ યોજના લાભાર્થી, પ્રદીપભાઈ ખીમાણી, ઇન્ચાર્જ પોરબંદર, ભાનુભાઇ મેતા, ઇન્ચાર્જ જામનગર જિલ્લો. પરેશભાઈ પનારા અન્નદાતા કિશાન નિધિ લાભાર્થી, ઉપરાંત આણંદાબાવા સંસ્થાના દેવપ્રસાદજી, ખીજડા મંદિરના કૃષ્ણમણી જી, મોટી હવેલીના વલ્લભરાઈજી, સ્વામિનારાય મંદિરના મહંત શ્રીઓ સહીત સામાજિક સંસ્થાના હોદેદારો, કોર્પોરેટર શ્રિઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, સાધુ - સંતો, સમાજના અગ્રણીઓ, શ્રેસ્તીઓ, યુવાઓ, સહીત વોર્ડ કાર્યકર્તા સહીત પેઈજ પ્રેમુખો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech