BREAKING NEWS

જામનગરના ત્રણ સરકારી શિક્ષકની દંડનીય કાર્યવાહી સામે ટ્રીબ્યુનલમાં અપીલ

  • April 06, 2026 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  


જામનગરના ત્રણ સરકારી શિક્ષકની દંડનીય કાર્યવાહી સામે ટ્રીબ્યુનલમાં અપીલ

ગુજરાત શૈક્ષણીક સેવા સંસ્થા ટ્રીબ્યુનલ દ્રારા સંબધિત અધિકારીઓને નોટીસ

બચાવની વાજબી તક આપ્યા વગર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવ્યાનો આક્ષેપ 


જામનગરના ત્રણ સરકારી શિક્ષક દ્વારા દંડનીય કાર્યવાહી સામે ટ્રીબ્યુનલમાં અપીલ કરવામાં આવી છે. આથી ગુજરાત શૈક્ષણીક સેવા સંસ્થા ટ્રીબ્યુનલ દ્વારા સંબધિત અધિકારીઓને નોટીસ ફટકારવામાં આવી છે. અપીલમાં બચાવની વાજબી તક આપ્યા વગર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે.

જામનગર શહેરની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા ત્રણ શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી સમિતિ દ્રારા કરવામાં આવી હતી. જેમાં આ ત્રણેય શિક્ષકોની બદલી કરી ભવિષ્યની અસર સાથેનો એક ઇજાફો રોકવાની શિક્ષા ગત તા.૨૫-૭-૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ખાતાકીય અપીલની સુનાવણીમાં યોગ્ય ન્યાય ન મળતાં ત્રણેય શિક્ષકો દ્રારા સંપૂર્ણ ન્યાય મેળવવા માટે ગુજરાત શૈક્ષણીક સેવા સંસ્થા ટ્રીબ્યુનલમાં અપીલ કરવામાં આવી છે. આ અપીલ અન્વયે ટ્રીબ્યુનલ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક સહીત સંબધિત અધિકારીઓ અને આચાર્યોને  નોટીસ ફટકારવામાં આવી છે. આટલું જ નહીં આ નોટીસમાં આગામી તા.૧-૫-૨૦૨૬ના થનાર સુનાવણીમાં હાજર રહેવા સંબધિત અધિકારીઓની હાજર રહેવા આદેશ કરાયો છે. ત્યારે આગામી સુનાવણીમાં શું નિર્ણય આવશે તેના પર સૌની મીટ મંડાઇ છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News