પત્નીનાં આત્મહત્યાનાં ગુન્હામાં આરોપીઓ સાસુ તથા નણંદનાં આગોતરા જામીન મંજુર

  • April 28, 2023 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાનાં તા.વીંછીયાનાં સનાળી ગામના રહીશ શારદાબેન વા.ઓ. ધીરુભાઇ પોપટભાઇ તાવીયાની દીકરી અસ્મિતાબેનના લગ્ન બનાવના છ એક વરસ પહેલા તા.જી. બોટાદનાં લાઠીદડ મુકામે રહેતા મનસુખભાઇ ઓધવજીભાઇ ચૌહાણ સાથે થયેલ અનેલગ્નજીવન દરમ્યાન મરણજનાર અસ્મિતાબેનનેસંતાનમાં એક દીકરો વિરાજ ઉ.વ.૪નો થયેલ. ફરીયાદીની મરણ જનાર દીકરીને તેનાં લગ્નજીવન દરમ્યાન તેમના સાસુ સવિતાબેન ઓધવજી નાની વાતમાં કામકાજબાબતે મેણાટોણા મારતા હોય અને નણંદ શોભાબેન રસીકભાઇ રોજાસરા જેનાં લગ્ન થઇ ગયેલ હોય તે પિયર આવે ત્યારે અસ્મિતાબેનને દુ:ખ ત્રાસ આપતાહતા.



અને મરણજનારના પતિ મનસુખભાઇ ઓધવજીને શિક્ષક તરીકે સરકારી નોકરી મળતા તે મરણ જનાર અસ્મિતાબેન બંને સાથે છેલ્લા ત્રણેક મહીનાથી સુરજકરાડી ગામે રહેતા હતા.અને મરણજનારને તેનો પતિ કહેતો કે, હવે મારે સરકારી નોકરી લાગી ગઇ છે. અને તું તારા ઘરે જતી રહેઅથવા મરી જામારે તારી સાથે રહેવું નથી તેમ કહી ફરીયાદીની મરણજનાર દીકરીને મારકુટ કરી અસહ્ય ત્રાસ આપતાફરીયાદીની મરણજનાર દીકરી અસ્મિતાબેને સુરજકરાડી પોતાના ઘરે ગઇ તા.૨૬-૩-૨૩નાં કલાક૨૦-૪૫ પહેલા કોઇપણસમયે ગળે દુપટો બાંધી ગળે ફાંસો ખાઇ મરણગયેલ જેથી અકસ્માત મોત નં.૦૬-૨૩નાંકામે તા.૨૯-૩-૨૩ નાં રોજ ફરીયાદીની પુછપરછ કરતા ફરીયાદીએ ઉપરોકત આરોપીઓ વિરુદ્ધ મીઠાપુર પોલીસ સ્ટશેનમાં ફર્સ્ટ ગુ.ર. નં. ૧૧૧૮૫૦૦૦૨૩૦૨૫૮-૨૩ થી ફરીયાદ આપેલ જેથી ફરીયાદીએ આપેલ ફરીયાદના આરધારે આરોપીઓ સાસુ સવિતાબેન ઓધવજી ચૌહાણ તથા નણંદ શોભાબેન રસીકભાઇ રોજાસરાએ તેમની ધરપકડની દહેશતનાં કારણે આગોતરા જામીન  અરજી મંજુર કરેલ છે.


​​​​​​​આરોપીઓ તરફે જીતેન્દ્ર કે. હીંડોચા તથા હર્ષિદાબેન  કે.આશવલા તથા અમિસેક એન. ધ્રુવતથા ધર્મેશ એ. વાઘેલા એડવોકેટસ રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application