રાજકોટમાં બેફામ સ્કોર્પિયો હાંકનાર કેવલનો વધુ એક વીડિયો વાયરલ, જોખમી સ્ટંટનો વિડીયો શેર કર્યો સોશિયલ મીડિયા પર

  • August 21, 2023 06:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ નબીરાઓ બેફામ બન્યા છે. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. સોમનાથ સોસાયટીમાં નબીરાએ ત્રણ બાઈક અને એક શાકભાજીની લારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લારી ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ અકસ્માતથી સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો છે. અકસ્માત સમયે કેવલ નામનો વ્યક્તિ કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે અને કારનો માલિક રાજુ નામનો વ્યક્તિ છે. બેફામ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.

આ સાથે અકસ્માત સર્જનાર કેવલનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસ અને મીડિયા સમક્ષ મેં ક્યારે કાર ચલાવી નથીનું નિવેદન આપનાર કેવલે થારમાં આ પ્રકારના જોખમી સ્ટંટ કરીને જીવ જોખમમાં મૂક્યો હતો. આ વિડીયો કેવલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ પણ કર્યો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application