વધુ એક ભરતી કૌભાંડ ! : પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં ગેરરીતી, રાજકોટના બિલ્ડર દ્વારા માહિતી મંગાઈ 

  • June 06, 2023 02:06 PM 

વધુ એક ભરતી કૌભાંડ ! : પાણી પુરવઠા બોર્ડની ભરતીમાં ગેરરીતી, રાજકોટના બિલ્ડર દ્વારા માહિતી મંગાઈ 

મોરબીમાં વધુ એક ભરતી કૌભાંડ સામે  આવ્યું છે. રાજકોટના અગ્રણી બિલ્ડર દ્વારા માહિતી માગવામાં આવી હતી. પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે. મોરબી પેટા કચેરી વિભાગ 1માં ગેકાયદેસર ભરતી થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2 વ્યક્તિની અલગ અલગ સમયે ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવી હતી. 14.6 2021ના પાર્થ રાઠોડની ભરતી કરવામાં આવી તેમજ 22.07.2021 જયદીપ પોપટની ભરતી કરવામાં આવી છે. કૌભાંડમાં સામેલ વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ કબૂલાત પણ આપી છે. જે રોજમદાર તરીકે ફરજ બજાવે છે. બિલ્ડરને નનામી અરજી આવી હતી. બિલ્ડર દ્વારા પાણી પુરવઠા વિભાગ કચેરીમાં માહિતી માગવામાં આવી હતી. પાણી પુરવઠા માં રોજમદાર તરીકે ફરજ બજાવતો રોજમદાર આર્થિક લાભ માટે ભરતીનું કૌભાંડ કર્યું તેવું કબુલાત નામું આપ્યું છે.  મોરબી પાણી પુરવઠામાં નોકરી કરતો વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ આર.ટી.આઈના જવાબમાં કબુલાત આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application