કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, તિબ્લીસી માદા ચિત્તાનો મળ્યો મૃતદેહ

  • August 02, 2023 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પાર્કમાં પ્રથમ વખત નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તા છોડ્યા હતા.જેની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી હતી. પરંતુ આ પાર્કમાં 11 મહિનામાં 3 બચ્ચા સહિત 9 ચિત્તાના જુદા જુદા કારણોસર મોત થયા છે.


થોડા દિવસ પહેલા તેજસ નામના ચિત્તાનું મોત થયું હતું.ત્યારે આજે ફરી એક માદા ચિત્તાનો મૃતદેહ મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 3 બચ્ચા સહિત 9 ચિત્તાના મોત થયા છે.


ચિત્તાઓના મોત થવા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.અને સૂચનો કર્યા છે કે મધ્યપ્રદેશમાં ચિત્તાઓને બહાર લાવી રાજસ્થાન,મહારાષ્ટ્રના અભયારણ્યમાં મુકવામાં આવે. જેથી જેટલા બચ્યા છે તેઓને સારી રીતે સંભાળ રાખી બચાવી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application