ધી જામનગર પીપલ્સ કો.ઓપ.બેન્કની વાર્ષિક સામાન્ય સભા સંપન્ન

  • July 13, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધી જામનગર પીપલ્સ કો.ઓ. બેન્ક લી.ની ૪૦મી વાર્ષિક સામાન્ય સભા વર્ષ ૨૨-૨૩ માટે તા.૯-૭-૨૩ ને રવિવારના રોજ બેન્કના ચેરમેન દીપકભાઇ કે. બદીયાણીના અઘ્યક્ષસ્થાને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ધીરુભાઇ અંબાણી વાણિજય ભવન, સુભાષબ્રીજ નજીક, જામનગર રાજકોટ હાઇવે, જામનગર ખાતે યોજાયેલ હતી.


આ પ્રસંગે ચેરમેન દીપકભાઇ કે. બદીયાણીએ બેન્કના સભાસદોને આવકારતાં બેન્કની કામગીરીનો અહેવાલ રજુ કરેલ. 
ખર્ચ અનેજોગવાઇ બાદ કરતાં બેન્કનો વર્ષ ૨૨-૨૩નો કુલ નફો રૂ. ૪,૨૦,૮૮૯.૭૭ પૈસાનો થયેલછે. વર્ષાન્તે બેન્કનું કુલગ્રોસ એન.પી.એ.  જામનગરા. ૧૫.૮૭ લાખ રહેલ છે. જે કુલ ધિરાણના ૦.૨૭ ટકા છે. જેની સામે બેન્કે કરેલ શકમંદ લેણાની જોગવાઇ રૂ. ૩૯.૨૦ લાખ છે. આમ બેન્કનું નેટ એન.પી.એ. ઝીરો રહેલછે. બેન્ક દ્વારા પોતાના ગ્રાહકોને આર.ટી.જી.એસ., એન.ઇ.એચફ.ટી., ઇ ટેકક્ષ પેમેન્ટ, એસએમએસ એલર્ટ, ઇ-મેલ દ્વારા પોતાના ખાતાના સ્ટેટમેન્ટ મેળવા ઇચ્છતા ગ્રાહકોને આવી અદ્યતન સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. બેનક દ્વારા તેમના ગ્રાહકોને સુવિધા આપવા માટે મોબાઇલ બેનકીંગ સેવા શરુ થઇ ગઇ છે. તેમજ રિલયાન્સ નીપોન લાઇફ ઇન્સ્યુરન્સ કાું. લી. સાથે બીઝનેસ ટાયઅપ કરેલછે. ટુંકમાં બેનક આ કંપની વતી વીમાનું કામકાજ કરશે, જેથી બેન્કના ગ્રાહકો તથા સભાસદોને ફાયદો મળી શકે,જેનો લાભ લેવા વિનંતી કરવામાં આવી.


બેન્કનો સી.આર.એ.આર. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાની ગાઇડ લાઇન મુજબ ઓછામાં ઓછો ૯ ટકા જાળવવાનો હોય છે. જે તા.૩૧-૩-૨૩ના રોજ બેન્ક દ્વારા ૨૦.૬૧ ટકા જાળવવામાં આવેલ છે. જે બેન્કના સ્વભંડોળ અને આંતરિક નાણાંકીય સંસાધનો અનેતે સામે જોખમો સામેની ક્ષમતા દર્શાવેછે. વિવિધ પ્રકારની થાપણ માટેની યોજનાઓ જેવી કે, દૈનિક બચત યોજના, ઝીરો બેલેન્સથી બુનિયાદી બચત ખાતા, બાંધી મુદતના ખાતાઓ વિગેરે તેમજ વિવિધ ધિરાણની સવલતો ગ્રાહકોને વ્યાજબી દરે પુરી પાડવામાં આવેછે. નાના તથા નબળા વર્ગના વેપારી ભાઇઓને તેમના ધંધાર્થે રૂ. ૫૦,૦૦૦ સુધીનું ધિરાણ કોઇપણ જાતની સીકયોરીટી વગર બે જામીન લઇને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા પ્રધાનમંત્રી જીવન જયોતી વીમા યોજનામંસારો એવો પ્રતિસાદ મળેલ છે. તથા આ વીમાઓ નિયમિત રીતે રીન્યુ થાય છે. બેન્કે ઓડીટ વર્ગ અ જાળવી રાખેલ છે. બેન્કના થાપણદારોની રૂ. ૫ લાખ સુધી થાપણો વિમાથી સુરક્ષિત છે, જેનું પ્રિમીયમ તા.૩૦-૯-૨૩ સુધીનું ભરેલ છે.


બેન્કની ૪૦મી વાર્ષિક સામાન્ય સભાનાં પ્રસંગે દીપકભાઇ કે. બદીયાણીએ વ્યાજના દરોમાંવધારો આપવાની જાહેર કરેલ તા.૧-૮-૨૦૨૩ થી નોન કોલેબલ તે મુજબ અનુક્રમ નં. ૭૭૭ દિવસની ડીપોઝીટમાં વ્યાજનો દર ૭.૫૦ (જુનો દર ૭.૨૫) તથા સીનીયર સીટીઝ માટે ૮.૦૦ ટકા (જુનો દર ૭.૭૫ ટકા ) રહેશે. તથા અનુક્રમ નં. ૧૧૧૧ દિવસની ડીપોઝીટ માટે વ્યાજ દર ૮ (જુનો દર ૭.૫૦) તથા સીનીયર સીટીઝન માટે ૮.૫૦ ટકા (જુનો દર ૮.૦૦) રહેશે.


અંતમાં બેન્કના વા.ચેરમેન હર્ષવદનભાઇ બી. કોઠારીએ સભાસદો, બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્યો, બેન્કના અધિકારીગણો, સ્ટાફપ્રત્યે આભાર વ્યકત કરેલ તેમજ બેન્કના રોજીંદા વહીવટમાં મદદરૂપ થનાર એચડીએચસી બેન્ક, આઇડીબીઆઇ બેન્ક, એનપીસીઆઇ, એનએસીએચ તેમજ ગુજરાત અર્બન કો.ઓપ. બેન્કસ ફેડરેશન,સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો.ઓપ. બેન્કસ ફેડરેશનનો આભાર વ્યકત કરેલ. વાર્ષિક સાધારણ સભાનું સફળ સંચાલન બેન્કના સી.ઇ.ઓ. અતુલભાઇ શાહએ કયુૃં હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application