પશુપાલન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના પશુપાલક લાભાર્થીઓને રૂ.18 લાખથી વધુની સહાય ચૂકવાઈ

  • August 23, 2024 06:05 PM 

પશુપાલન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના પશુપાલક લાભાર્થીઓને રૂ.18 લાખથી વધુની સહાય ચૂકવાઈ

જામનગર તા.23 ઓગસ્ટ, જામનગર જિલ્લાના પશુપાલકો માટે જિલ્લા પંચાયત, પશુપાલન શાખા દ્વારા પશુપાલન વિભાગ, ગાંધીનગરની વિવિધ યોજનાઓ વર્ષ 2024-25 અનુસાર તેનો લાભ મેળવવા માટે આઈ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાંં રાજ્ય સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ જિલ્લા કક્ષાએથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓ દ્વારા આઈ ખેડુત પોર્ટલ પરથી મળેલી અરજીઓ માટે ઓનલાઈન ડ્રો પદ્ધતિ રાખવામાં આવી છે. તેના દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓના લાભ મંજૂર કરવામાં આવે છે. 
​​​​​​​

જેમાં જામનગર જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલ પર કરવામાં આવેલી ઓનલાઈન અરજીઓ અનુસાર વિદ્યુત સંચાલિત ચાફ કટર મશીનની ખરીદી પર સહાય યોજનાના કુલ 39 લાભાર્થીઓ, બકરા એકમ યોજનાના કુલ 14 લાભાર્થીઓ, શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજનાના 150 લાભાર્થીઓ, અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેણાંક માટે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવાના સહાયની યોજનાના 2 લાભાર્થીઓ માટે રૂ.18.33 લાખની સહાય માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજની પ્રેરક ઉપસ્થિતિમાં તેમના હસ્તે ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યા હતા. તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application