ખંભાળિયામાં એનિમલ કેર ટ્રસ્ટ દ્વારા તરછોડાયેલા ત્રણ બળદને આશરો

  • January 23, 2023 07:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અવિરત રીતે વિવિઘ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.



ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તાર એવા રામનગરમાં બિનવારસુ બની ગયેલા ત્રણ બળદની જાણ એનિમલ કેર ચેરી. ટ્રસ્ટને થતાં આ સ્થળેથી ત્રણેય બળદને ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યને ત્યાં આશરો આપવામાં આવ્યો હતો.



એનિમલ કેર સંસ્થાના કાર્યકરો દ્વારા જાહેર જનતાને નમ્ર વિનંતી સાથે અપીલ કરવામાં આવી છે કે આ એ બળદ છે, જેણે પોતાના શરીર તોડી-તોડીને ટાઢ અને તડકા, ભૂખ કે તરસની પરવા કર્યા વગર અન્ન ઉગાડવામાં ખેડૂત માલિકની મદદ કરી છે. અને એ જ સ્વાર્થી માલિકે એને પોતાનો સ્વાર્થ પૂરો થતાં આ બળદને તરછોડી દીધા. ખંભાળિયાથી દૂર રોડની એક સાઈડમાં ભૂખ-તરસથી વ્યથિત આ બળદ ઘણા દિવસથી અહીં પડ્યા હતા.

જ્યાં તેઓને ખોરાક તો દૂર પણ આ ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા હતા. દિવસમાં ખાવાનું પણ ના મળે.આ અંગે પશુપ્રેમીઓને જાણ થતાં એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને જાણ થતાં સ્થળ પર જઈ અને આ બળદને ગૌશાળા ખાતે લઇ આવી, સારવાર કરી અને તેની તકલીફ દૂર કરવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application