કેશોદના આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને ચડત પગાર ખર્ચા ન ચૂકવાતાં આંદોલનના માર્ગે

  • October 02, 2023 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 કેશોદ ઘટક એક અને બે હેઠળ આવેલ આંગણવાડીમા વર્કર હેલ્પર તરીકે ફરજ બજાવતી બહેનો પોતાની પડતર માંગણીઓ માટે હલ્લાબોલ બોલાવી મેદાને ઉતરી હતી. કેશોદના આંગણવાડીમા ફરજ બજાવતી બહેનોને ઓગષ્ટ માસનો પગાર બે માસ બાદ મળ્યો છે ત્યારે ચડત પગાર ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમોના આયોજન પાછળ થયેલા ખર્ચની રકમ અને આંગણવાડી કેન્દ્રના ભાડાની રકમ, નાસ્તાના બીલની રકમ ચુકવવામાં ન આવતાં કેશોદના રાજમહેલ ખાતે આવેલ જુની આંગણવાડી ખાતે તમામ વર્કર હેલ્પર બહેનો એકઠી થઈને ચડત રકમ તાત્કાલિક ચુકવણી કરવાની માગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગત ધારાસભાની સામાન્ય ચૂંટણી પહેલાં જાહેર કરવામાં આવેલ વધારાની રકમ પણ ચુકવવામાં આવતી ન હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારની આંગણવાડી વર્કર હેલ્પર બહેનો સરકારની ઢીલી નીતિનો ભોગ બની આર્થિક સંકડામણ ભોગવી રહી છે. 
​​​​​​​
કેશોદ ઘટક એક અને બે હેઠળ આવેલ તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે આગામી તારીખ ૧૦/૧૦/૨૦૨૩ સુધીમાં માગણીઓ સ્વીકારવામાં આવશે નહિ તો તારીખ ૧૧/૧૦/૨૦૨૩ થી ગાધીચીધ્યા માર્ગે આદોલન શરૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application