આનંદીબેન સાંજે રાજકોટમાં: એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

  • March 01, 2023 10:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાત્રી રોકાણ રાજકોટમાં કરશે: કાલે તેમના હસ્તે એક્ઝિબિશનનું ઉદઘાટન


ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સાંજે 5:00 વાગે રાજકોટ આવી રહ્યા છે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે છેલ્લા બે ત્રણ દિવસથી તૈયારીઓ ચાલતી હતી અને તે હવે પૂરી થઈ ગઈ છે. મહિલા મોરચાની ૧૦૦થી વધુ બહેનો આનંદીબેનના સ્વાગત માટે એરપોર્ટ પર ઉમટી પડી હતી. આ ઉપરાંત ધારાસભ્યો, સંસદ સભ્ય, શહેર ભાજપના પ્રમુખ, મહામંત્રી સહિતના આગેવાનો એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા.



આનંદીબેનના પુત્રી અનાર પટેલ કલા સંસ્થા સાથે સંકળાયેલા છે. તેમના દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ માટે રેસકોર્સ મેદાનમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવશે.


આનંદીબેન પટેલ આજે રાત્રે સર્કિટ હાઉસમાં રોકાણ કરશે. તેમના પક્ષ લેવલના કોઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નથી. ગવર્નરની રાજકોટની મુલાકાત હોવાના કારણે જિલ્લા કલેકટર, પોલીસ તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના રસ્તા પર આનંદીબેનને આવકારતા અને એક્ઝિબિશનના કાર્યક્રમ સંદર્ભના પોસ્ટરો લાગી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application